ચૂંટણી 2024: AAPના આશાસ્પદ વસાવાએ મતદાન કર્યું
- 07 May, 2024
લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભાના AAPના ઉમેદવાર ચૈતર વસાવા પરિવાર સાથે દેડીયાપાડાનાં બોગજ ગામે મતદાન માટે પહોંચ્ય હતા. તેમણે સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભા રહીને મત આપ્યો હતો. ભરૂચ લોકસભા બેઠક પર અત્યારે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપના મનસુખ વસાવા, AAPના ઉમેદવાર ચૈતર વસાવા અને BAPના મહેશ વસાવાની વચ્ચે જંગ સર્જાયો છે. મનસુખ વસાવા 6 ટર્મથી ભરૂચમાં જીતતા આવે છે. જયારે ચૈતર વસાવા અત્યારે યુવા ચહેરો છે.
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે.
રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 3.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ