:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

દિવ્યાંગોએ મતદાન કરીને કહ્યું : અમે ભલે ન ચાલી શકીએ,પણ સરકાર ચાલવી જોઈએ ...

top-news
  • 07 May, 2024

લોકશાહીનું પર્વ એટલે મતદાન. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આજે  સરકારને ચૂંટવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં  દરેક  મતદારોના મતની કિંમત અમૂલ્ય છે.  આજે દેશમાં લોકસભાની ત્રીજા તબકકાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાનમાં સામાન્ય મતદારોની જેમ દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દિવ્યાંગ મતદાતાઓએ કહ્યું કે, અમે ભલે ટેકે ચાલતાં હોઈએ પરંતુ અમાંરા દ્વારા ચુંટાયેલી સરકાર ચાલવી જોઇએ ,અને તેથી જ અમે ઉમંગભેર મતદાન કરવા આવ્યા છે,અને દરેકને પોતાનો કીમતી  મત આપવા અપીલ કરીએ છીએ. 

રાજ્યમાં દિવ્યાંગો માટે મતદાન મથક પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની માટે વ્હિલચેર છેક મતદાન બૂથ સુધી પહોંચી જાય તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દિવ્યાંગોને અગ્રીમ સ્થાન પણ મતદાન માટે આપવામાં આવી રહ્યું છે. મતદાન બૂથ પર દિવ્યાંગોને માન સન્માન સાથે સુરક્ષાકર્મીઓ પણ મદદરૂપ બનતાં હોવાના સમાચાર સામે આવી રહયા છે.

દેવાંગી ચાવડાએ કહ્યું કે, હું છેલ્લા ચારેક ચૂંટણીથી મતદાન કરુ છું. હું દેશ માટે મત આપી રહી છું. ત્યારે મારે એક જ સંદેશો લોકોને આપવો છે કે, આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તેને આપણો અમૂલ્ય મત આપવો જોઈએ. કારણ કે આપણા મતનો અધિકાર આપણને બંધારણે આપ્યો છે. અમે ભલે અશક્ત પણ સરકાર તો સશક્ત હોવી જોઈએ . અને તે માટે જ દરેક વ્યક્તિએ મત આપવો જરૂરી બની જાય છે .

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎