રાજ્યભરમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન શરૂ: ઠંડા પહોરમાં વધુ મતદાનની શક્યતા
- 07 May, 2024
રાજ્યમાં આજે ભાર ઉત્સાહ અને સુરક્ષાની વચ્ચે લોકસભાની 26 બેઠકોમાંથી 25 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. સવારના ઠંડા પહોરમાં વધારે મતદાનની શક્યતા જોવામાં આવી રહી છે. સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે.
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે.
રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 3.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ