:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

નૈનીતાલ, બાગેશ્વર તરફ ફેલાઈ રહી છે ઉત્તરાખંડના જંગલોની આગ: વાયુસેનાની માંગવામાં આવી મદદ

top-news
  • 06 May, 2024

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી વિકરાળ આગ બેકાબુ થતી જઈ રહી છે. તે ગઢવાલ હોય કે પછી કુમાઉં. અહીં ઘણા જંગલો આગના લપેટામાં છે. એક જગ્યા આગ પર નિયંત્રણ કરવામાં આવે કે તરત જ બીજી જગ્યએથી સમાચાર આવે છે કે અહીં જંગલોમાં ભીષણ આગ વધુ  વિકરાળ થઈ છે. સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જોકે તે ઘણી જગ્યાઓ પર નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. 

આ દરમિયાન પૌડી જિલ્લાના ડીએમએ જંગલની આગ ઓલવવા માટે વાયુસેના પાસે મદદ માંગી છે અને એક પત્ર લખ્યો છે. ભારતીય વાયુસેનાનું વિમાન પૈડી માટે રવાના થઈ ગયું છે. 

સૌથી ભીષણ આગ તે વનક્ષેત્રોમાં લાગી છે, જ્યાં ચીડના ઝાડ વધારે છે. ગરમીની સિઝનના કારણે ઘણા જંગલોમાં લીસા કાઢવામાં આવી રહ્યાં છે અને અહીં આગ સૌથી વધુ ભડકી રહી છે. ઉત્તરાખંડ વન વિભાગના જણાવ્યા મુજબ, કમાઉં મંડલમાં આગ લાગવાના સૌથી વધુ મામલાઓ સામે આવ્યા છે. જ્યારે ગઢવાલ મંડલમાં પણ આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎