:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રાંચીમાં નોકરને ત્યાંથી મળ્યા ઢગલાબંધ રૂપિયા, જાણો ક્યાંથી આવ્યા...

top-news
  • 06 May, 2024

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે સોમવરે  રુરલ ડેવલોપમેન્ટ મિનિસ્ટર અલામગીર આલમના પ્રાઈવેટ સેક્રેટરીના ઘરે કામ કરતા એક નોકરના ઘરે રેડ પાડી છે. આ રેડમાં મોટા પ્રમાણમાં કાળું નાણું પ્રાપ્ત થયું છે. આ અંગે એક સોર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ચલણી નોટના બડલો મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યાં છે. આ રૂમ રુરલ મિનિસ્ટર આલમગીર આલમના પ્રાઈવેટ સેક્રેટરીને ત્યાં કામ કરતા એક નોકરનો હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ આ ચલણી નોટોની ગણતર ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ રુરલ ડેવલોપમેન્ટ વિભાગના ચીફ  એન્જિનિયર વિરેન્દ્ર કે રામની ધરપકડ ગત વર્ષે એક મની લોન્ડરિંગ કેસમાં થઈ હતી. તેને સંલગ્ન કેસમાં આજે ઈડીએ આ દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈને આલમે જણાવ્યું હતું કે મને આ અંગે કોઈ જ અધિકારિક માહિતી નથી. હું ટીવી જોઈ રહ્યો છું અને તેમાં બતાવવામાં આવી રહ્યું છે કે દરોડા જ્યાં પડ્યા છે તે જગ્યા સરકારે મને આપેલા પર્સનલ સેક્રેટરીની છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎