ભારતના યોગાનો અંતે સ્વીકાર: પાકિસ્તાનમાં અધિકારિક એન્ટ્રી
- 04 May, 2024
ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં યોગાનો આજથી અધિકારિક પ્રવેશ થયો છે. કેપિટલ ડેવલોપમેન્ટ ઓથોરિટી(સીડીએ), મેટ્રોપોલિટન કોર્પોરેશન ઓફ ઈસ્લામાબાદના અધિકારિક ફેસબુક પેજ પર એફ-9 પાર્ક ખાતે નિશુલ્ક યોગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા હોવા અંગેની પોસ્ટ કરવામાં આવી છે. સીડીએએ આ અંગે જણાવ્યું હતું કે ઘણા લોકો આ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે. સીડીએ દ્વારા લોકો આ કાર્યક્રમમાં જોડાઈને કસરત કરતા હોય તેવા ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે યુનાઈટેડ નેશન્સ દ્વારા 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને ઈન્ટરનેશનલ યોગા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 21 જૂનને ઈન્ટરનેશનલ યોગા ડે તરીક જાહેર કરવા અંગેની દરખાસ્ત ભારત દ્વારા કરવામાં આવી હતી. જોકે તેને 175 સભ્ય સ્ટેટ્સે મંજૂરી આપી હતી. યોગા ભારત સાથે સંબંધ ધરાવે છે અને પાકિસ્તાનમાં યોગા શીખવે તેવી અધિકારિક સંસ્થાઓ ખૂબ જ ઓછી છે. તેમ છતાં પણ યોગાની શારીરિક કસરતોને લોકો ખાનગી ધોરણે પસંદ કરે છે.
યોગા ક્લાસિસ શરૂ કરવા અંગેની આ વાત ઘણા લોકોને ગમી છે. હાલ લોકો આ ક્લાસિસની તપાસ માટે પણ અહીં આવે છે. આ અંગે ઈસ્લામાબાદના એક રહેવાશી શાહીદ ઈકબાલે કહ્યું હતું કે સીડીએ તમારું યોગ ક્લાસીસ શરૂ કરવાનું કામ ખૂબ જ સારું છે. અમને ક્લાસિસના સમય અંગેની જાણ કરજો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ