રશિયાના ચેસ ચેમ્પિયને રાહુલને માર્યો ટોણો: પહેલા રાયબરેલી જીતો પછી ટોપની વાત કરો...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04052024_071854_Russia 123.webp)
- 04 May, 2024
રશિયાના જાણીતા ચેસ ચેમ્પિયન ગેરી કાસપારવોએ ભારતના રાજકારણ પર એક ટિપ્પણી કરી છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ છે. રાહુલ ગાંધીએ પોતાને ભારતીય રાજકારણના સૌથી સારા ચેસના ખેલાડી હોવાની વાત કરતા ગેરી કહ્યું હતું કે તે પહેલા રાય બરેલી જીતે અને પછી ટોપની વાત કરે.
જોકે આ અંગેની ટિપ્પણી કર્યા પછી 61 વર્ષીય કાસપારવોએ કહ્યું હતું કે તેમણે આ સંદર્ભે જોક્સ કર્યો છે, આ વાતને કોઈ રાજકીય સલાહ કે નિપૂણતા તરીકે ન જોવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સારી ચેસ રમવાની આવડત ધરાવે છે, તેવી ટિપ્પણી હીરો રણવીર શોરેએ કરતા આ અંગે કાસપારવોએ જોક્સ માર્યો હતો. વર્ષ 2005માં નિવૃત થયેલા કાસપારવોએ આ અંગે જોક્સ મારતા જ તેમને સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા મળવાની શરૂ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તાજેતરમાં જ રાહુલ ગાંધી મોબાઈલમાંથી ચૂંટણી પ્રચાર દરમિયાન ચેસ રમતા હોય તેવો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કાસપારવો તેમના માનીતા ચેસ ખેલાડી છે. આમ રાજકારણ અને રમત વચ્ચે કોંગ્રેસે સરખામણી કરવાનો એક પ્રયત્ન કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ