:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

નિજ્જરની હત્યા કેસમાં ત્રણ ભારતીયોની ધરપકડ: ભારત-કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વધવાની શક્યતા

top-news
  • 04 May, 2024

બી. સી. શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરના હત્યા કેસમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સવારે કેનેડાની પોલીસ ત્રણ ભારતીય નાગરિકોને કસ્ટડીમાં લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે નિઝરની હત્યા બ્રિટિશ કોલંબિયાના સુરેના એક ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં એક વર્ષ પહેલા ગોળી મારીને કરવામાં આવી હતી.

સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે શંકાસ્પદો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા પરંતુ તેમણે ભારતીય ગુપ્તચરની સુચના મુજબ તે સમયે નિજ્જર હત્યા કરી હતી. બ્રિટિશ કોલંબિયાની કોર્ટના રેકોર્ડ મુજબ કરનપ્રિત સિંહ(28), કમલપ્રિત સિંહ(22) અને કરન બરાર(22) પર હત્યા અને નિઝરની હત્યા માટેનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ગુનો સુરે અને એડમિન્ટનમાં બન્યો હતો, જ્યાં આ તમામ વ્યક્તિઓ રહેતા હતા. આ હત્યા કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની વાત પોલીસ કરી રહી છે.



પોલીસ કમિશનર ડેવિડ ટેબોલે જણાવ્યું હતું કે હજી પણ આ મામલે તપાસ ચાલી જ રહી છે. આ કેસમાં બીજા કેટલાક પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ એ બાબતે પણ તપાસ ચાલી રહી છે કે આ પ્રકરણમાં ભારતની સંડોવણી છે કે કેમ. ટેબોલે વધુમાં જણાવ્યું હતું કે હાલ કેનેડાની પોલીસ આ મામલે ભારત સાથે પણ કોઓર્ડિનેશન કરી રહી છે. 

ધ વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશને આ ધરપકડના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અને ક્રિમિનલ ગેગ વચ્ચે મિલિભગત હોવાના સવાલો આ હત્યાના કારણે સર્જાયા હતા. એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે કે ખાલીસ્તાન ચળવળને સમર્થન કરવા બદલ ભારત સરકારે નિજ્જરની હત્યા કરાવી હોય તેવું પણ બની શકે. નોંધનીય છે કે નિજ્જર દ્વારા ભારતમાંથી શીખ બહુમતી ધરાવતા પંજાબને આઝાદ કરવાની વાતનું સમર્થન કરવામાં આવ્યું હતું. 

ગત સપ્ટેમ્બરમાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુ઼ડોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આગળી ચીંધતા કહ્યું હતું કે આ કેસમાં ભારતીય એજન્ટ્સ સંડોવાયેલા હોવાની ચોક્કસ માહિતી આ અંગેની તપાસ કરતા પ્રાપ્ત થઈ છે. જોકે આ વાતને ભારતે નકારી હતી. બાદમાં આ જ મુદ્દે ભારે ઘર્ષણ થયું હતું અને ઓટાવા અને નવી દિલ્હીએ એકબીજાના રાજદ્વારીઓને એકબીજાને ત્યાંથી કાઢી મૂક્યા હતા.



કેનેડાના અધિકારીઓ હાલ એ અંગેની તપાસ કરી રહ્યાં છે કે ખાલીસ્તાનને અલગ કરવા અંગેની ચળવળને દબાવી દેવાના ભાગરૂપે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી કે કેમ. જેના મૂળિયા કેનડાના શીખો અને વિશ્વમાં અન્ય જગ્યાએ રહેતા શીખો સુધી છે. કેનેડાની પોલીસ હાલ એ મુદ્દે પણ ચર્ચા કરી રહી છે કે નિજ્જરની હત્યા એ ભારતીય ગુપ્તચર ઓપરેશન દિલ્હીનો એક ભાગ હતો કે શું? જેમાં ભારતના વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

વ્યવસાયે પ્લમ્બર અને ગુરુદ્વારાના પ્રેસિડન્ટ એવા નિજ્જર(45) પર ભારતે આક્ષેપ લગાવ્યો હતો કે તેઓ ખાલીસ્તાન ટાઈગર ફોર્સ ટેરેરિસ્ટ ગ્રુપના નેતા હતા. જોકે તેમણે આ વાતને ઠુકરાવી હતી. આ સિવાય કેનેડામાં પણ તેમની સામે કોઈ જ ગુના નોંધાયા નહોતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎