:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

અપેક્ષા કરતા ચંદ્રના બન્ને ધ્રુવો પર અનેકગણુ પાણી : વિસ્ફોટથી ચંદ્રના ખાડામાં ગેસ બરફના સ્વરુપે જમા થયો

top-news
  • 03 May, 2024

ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને IIT-ISM ધનબાદના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં ખૂબ મોટી વાત જાણવા મળી હતી કે, ચંદ્ર પર આપણી અપેક્ષા કરતા અનેકગણુ પાણી છે. આ પાણી ચંદ્રના બન્ને ધ્રુવો પર છે. ચંદ્ર પર અપેક્ષા કરતા વધુ બરફ છે. પરંતુ આ સપાટીની નીચે છે. તેને ખોદીને બહાર કાઢી શકાય છે.

આ સ્ટડી માં કહેવાયુ છે કે, ચંદ્રની સપાટીની 2-4 મીટર નીચે બરફ છે. અગાઉ જે ધારણા હતી આ બરફ તેના કરતા 5થી 8 ગણો વધારે છે. તેને ડ્રિલિંગ કરી કાઢી શકાય છે. એનાથી માણસ ચંદ્ર પર લાંબા સમય સુધી રહી શકે છે. ઇસરો દ્વારા કરાયેલા ખુલાસામાં કહેવાયુ છે કે, આ પાણી ચંદ્રની સપાટી ખોદીને કાઢી શકાય છે. તે પાણી સપાટીની નીચે છે. આ સ્ટડી ISROની સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, જેટ પ્રોપલ્શન લેબોરેટરી, યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કોલિફોર્નિયા, IIT -ISM ધનબાદના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કરી છે.

આ સ્ટડીના કારણે હવે બીજી સ્પેસ એજન્સીઓને ફાયદો થઈ શકે છે. આ સ્ટડીમાં એમ પણ કહેવાયુ છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ કરતા ઉત્તર ધ્રુવ પર ડબલ ગણો બરફ છે. આ બરફના અસ્તિત્વના સવાલ પર ISROએ જણાવ્યુ કે, જ્યારે ચંદ્ર બની રહ્યો હતો ત્યારે ઈમ્બ્રિયન કાળમાં જ્વાળામુખી વિસ્ફોટથી ચંદ્રના ખાડામાં ગેસ ધીરે ધીરે ગેસે બરફના સ્વરુપે જમા થયો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎