ગુજરાતમાં 15 રાજવી પરિવારોનું PM મોદીને સમર્થન: રાજવીઓની જેમ કાર્ય કરતા હોવાની વાત કહી...
- 02 May, 2024
રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિયો ભાજપના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન ગુજરાતના 15 જેટલા રાજવી પરિવારો અને 46 જેટલા રાજવીઓએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લુ સમર્થન આપ્યુ છે. આજે પત્રકાર પરિષદમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, 'રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમી જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન આપીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે.
માંધાતાસિંહ જાડેજાએ કહ્યું કે અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજવીઓની જેમ કાર્ય કરી રહ્યાં છે. તેમણે અંબાજી મંદિર અને સોમનાથનો પણ વિકાસ કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા, તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુધ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદીને છે.
ગુજરાતમાં રાજવી પરિવારો ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનામાં છે તો બીજી તરફ ક્ષત્રિય સંકલન સમિતિ સતત વિરોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી. હવે આજે તેઓ જૂનાગઢ અને જામનગરમાં પણ ચૂંટણી રેલી કરશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ