:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગૃહમંત્રી અમિત શાહનો મોટો દાવો: ભલે ઓછું મતદાન પણ બેઠકો વધારે મળશે...

top-news
  • 02 May, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાણીતી ટીવી ચેનલ ટાઈમ્સ નાઉને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ વખતે મતદાન ઓછું થયું છે પરંતુ તે કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. અમે ગત ચૂંટણી કરતા પણ આ વખતે વધુ બેઠકો જીતીશું. ભાજપે અત્યાર સુધીમાં શાં માટે રાયબરેલી બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નથી, તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે અન્ય પાર્ટીઓ ઉમેદવારની જાહેરાત કરી દે પછીથી અમે ઉમેદવારોની જાહેરાત કરીશું. અમારી પાસે ત્રણ ઉમેદવારો છે.

સવાલ: થોડા દિવસો અગાઉ એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં 29 જેટલા નક્સલને ઠાર કરવામાં આવ્યા હતા. તમે કહ્યું છે કે આગામી 3-4 વર્ષમાં નક્સલવાદને ખત્મ કરવામાં આવશે?
અમે ઝારખંડ, બિહાર, તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નક્સલવાદને ખત્મ કરી નાંખ્યો છે. જોકે છત્તીસગઢના ચાર શહેરો તેમાંથી બાકાત રહી ગયા છે. તે પાછળનું કારણ એવું છે કે અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા કેન્દ્રને સપોર્ટ કરવામાં આવ્યો નહોતો. જોકે બીજેપી આવ્યા પછી ચાર મહિનામાં 90 નક્સલીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. જ્યારે 123ની ધરપકડ કરવામાં આવી હતી. જોકે 250 નક્સલીઓએ જાતે જ શરણાગતિ સ્વીકારી હતી. વધુ 10 નક્સલીઓને ગઈકાલે ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે છત્તીસગઢના માઓવાદીઓએ આજે ઓડિશામાં સવારે 9 વાગ્યે શરણાગતિ સ્વીકારી છે. સુરક્ષા સિવાય પણ અમે શિક્ષણ, આરોગ્ય, ફુડ, એનર્જી અને કમ્યુનિકેશન વધારી રહ્યાં છે. હું દરેક વ્યક્તિને આ માધ્યમથી અરજ કરું છું કે તેઓ હથિયારે હેઠા મુકી દે અને મૂળપ્રવાહમાં જોડાય.
. 

સવાલ: ચૂંટણી પંચે થોડા સમય પછી પ્રથમ બે તબક્કામાં થયેલા મતદાનના આંકડાઓ જાહેર કર્યા છે. જોકે વિરોધપક્ષો એવો દાવો કરી રહ્યાં છે કે ઈવીએમ સાથે છેડછાડ થશે ?
જો તમે ચૂંટણી લડ્યા હોત તો તમે કદાચ આવું બોલ્યા ન હોત. મશીનને પોલિંગ એજન્ટ્સ દ્વારા સીલ કરવામાં આવે છે. તેમાં કોઈ જ છેડછાડ થઈ શકે નહિ. આ તો વિવિધ બહાનાઓ શોધવાની વાત છે. 

સવાલ: લોકો એવું પુછશે કે તમને એ બાબતનો કઈ રીતે ખ્યાલ આવે કે તમને કેટલી બેઠકો મળશે? 
તો રાહુલ ગાંધીને કઈ રીતે એ વાતનો ખ્યાલ આવ્યો કે તેમને 150 બેઠકો મળશે? તો શું રાહુલ ગાંધીએ ઈવીએમ સાથે છેડછાડ કરી છે? જે લોકો ગ્રાઉન્ડ લેવલે કાર્યરત હોય છે, તેમને તેમનું મુલ્યાંકન ખબર હોય છે. જોકે વાત એ છે કે અમારું મુલ્યાંકન ચોક્કસ હોય છે.

સવાલ: અત્યાર સુધીમાં કોંગ્રેસે તો રાયબરેલીના ઉમેદવારની જાહેરાત કરી નથી પરંતુ શાં માટે ભાજપ પણ તેના રાયબરેલીના ઉમેદવારને જાહેર કર્યા નથી?
રાયબરેલીમાં અમે એવું નક્કી કર્યું છે કે એક વખત તેમના ઉમેદવારની જાહેરાત થાય પછીથી અમે ઉમેદવારની જાહેરાત કરીશું. અમારી પાસે 3 ઉમેદવાર છે. જેવી તેઓ તેમની જાહેરાત કરશે, અમે પણ અમારા ઉમેદવારની જાહેરાત કરીશું. તેઓ એવા ઉમેદવારને શોધી રહ્યાં, જે હારવા તૈયાર હોય.
 

સવાલ: આ વખતે એક તરફ મંગળસૂત્ર,  ઘુસણખોરોની વાત ચાલી હતી, જ્યારે બીજી તરફ વોટ જેહાદની વાત ચાલી હતી. તમે આ ચૂંટણીમાં ધ્રુવીકરણ વિશે શું માનો છો?
તમે કયો મુદ્દો લો છો તે તમારા પર છે પરંતુ આ વખતે ચૂંટણી 3 કરોડ લોકોને ઘર આપવા, 70 વર્ષથી મોટી ઉંમરના લોકોને 5 લાખનો વીમો આપવા અને આગામી પાંચ વર્ષ સુધી ગરીબોને મફત અનાજ આપવા સહિતના મુદ્દાઓ પર છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બને તે જરૂરી છે, "વન નેશન, વન ઈલેક્શન" પણ દેશમાં જરૂરી છે. આ સિવાય દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને પણ લાવવાની જરૂર છે. જોકે મીડિયાને આ રચનાત્મક મુદ્દાઓમાં રસ નથી, તે માત્ર વિવાદાસ્પદ મુદ્દાઓને જ ઉપાડે છે.

આ દેશને કોઈ વિભાજિત કરી શકશે નહિ. બીજેપી ખૂબ જ મજબૂત છે અને જે લોકો દેશનું વિભાજન કરવા માંગે છે, તેમને જોરદાર જવાબ મળશે. આ ઈન્દારા ગાંધીનો સમય નથી. આ નરેન્દ્ર મોદીનો સમય છે. મોદીજીએ આપણને ચાર રોગમાંથી મુક્તિ અપાવી છે- પરિવારવાદી રાજકારણ, જાતિવાદ, ભષ્ટ્રાચાર અને તુષ્ટિકરણ. 

સવાલ: આજે જ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે તેમના ઉમેદવાર રામ છે અને શિવ અને રામ વચ્ચે યુદ્ધ થશે. તમે શું માનો છો?
ચૂંટણી પંચે આ વાતની નોંધ લેવી જોઈએ.
 

સવાલ: વિરોધ પક્ષો એવું કઈ રહ્યાં છે કે જો તમે ત્રીજી વખત આવશો તો તે વખતે એક નેશન પરંતુ કોઈ જ ઈલેક્શન નહિ થાય. તમે કોંગ્રેસને આ ચૂંટણીમાં કેટલી બેઠકો આપશો?
જ્યારે ઈન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા, ત્યારે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી પરંતુ ભાજપનો "વન નેશન, નો ઈલેક્શન"નો કોઈ જ ઈરાદો નથી. અમને કોંગ્રેસનો ખ્યાલ નથી પરંતુ અમે લોકસભામાં 400 બેઠકોને પાર પહોંચીશું. 

સવાલ: બીજા તબક્કા પછી કેટલી સીટ મળશે એવું લાગે છે?
અમને 100થી વધુ લોકસભા બેઠકો મળશે તેમ લાગે છે. 

સવાલ: પ્રથમ તબક્કા પછીથી મતદાન  ઘટ્યું છે, તો એમ કહી શકાય કે બીજેપીને સમર્થન કરનારા લોકોનું પ્રમાણ ઘટ્યું છે?
કોંગ્રેસને વાસ્તવિકતાનો કોઈ ખ્યાલ જ નથી. કોંગ્રેસના સમર્થકો મતદાન માટે ગયા જ નથી.

સવાલ: પ્રથમ બે તબક્કામાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં તકલીફ પડશે એવું તમને લાગતું નથી?
મારા મત મુજબ ગત લોકસભા ચૂંટણી કરતા આ વખતે અમને વધુ બેઠકો મળશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎