:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજકોટવાસીઓએ મોદીને આપી ગેરેન્ટી : ડોન્ટ વરી રૂપાલાને જીતાડીશું ..

top-news
  • 02 May, 2024

રાજકોટમાં ભાજપના ઉમેદવાર રૂપાલાએ  પ્રચાર દરમિયાન આપેલા વિવાદિત બયાન મામલે  સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. જેને કારણે ક્ષત્રિયો  પ્રચંડ રોષે ભરાયા. તેમને શાંત કરવાના અનેક પ્રયત્નો કરવા છત્તા પણ મામલો હજુ યથાવત સ્થિતિમાં જ છે. હવે જ્યારે દેશના પ્રધાનમંત્રી ચુંટણી પ્રચાર અર્થે રાજકોટ માં આવી રહયા છે , એવા સમયે ભાજપ દ્વારા પ્રચાર સૂત્રોમાં પરિવર્તન લાવી ક્ષત્રિયોનો વિરોધ શાંત કરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.  

 રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું  રૂપ પણ બદલાયું છે. કાલાવડ રોડ પર પહેલા મોદી સાથે રાજકોટ મક્કમ, અડીખમ એ પ્રકારના સૂત્રોને બદલે  હવે 'મોદીની ગેરેંટી' નહીં પણ રાજકોટની મોદીને (જીતાડવાની?) ગેરેંટી એવા સૂત્રો સાથે કાલાવડ રોડ, ટાગોર રોડ સહિતના મુખ્યમાર્ગો પર પ્રચાર શરૂ કરાયો છે.

ઉપરાંત રૂપાલા સામેના વિરોધને પગલે કે અન્ય કારણે પણ રાજકોટના મતદારો પાસે મત મોદીના નામ પર માંગવામાં આવે છે, કોઈ નવા કામની ગેરેંટી નહીં પણ રામમંદિર, કલમ 370 સહિત જે જે કામો થયા છે તેના પર મત મંગાય છે. પોસ્ટરોમાં પણ મોદીની તસ્વીરો જ વિશેષ જોવા મળી છે. 

21 લાખ મતદારો ધરાવતા આ મતક્ષેત્રમાં પ્રથમવાર મતવિસ્તારની બહારના ઉમેદવારોને ભાજપ-કોંગ્રેસની ટિકીટ મળી છે ત્યારે મોટાભાગના મતદારો તો તેમના ઘરે કે તેમના લત્તામાં પણ ઉમેદવારોના એક વખત ચહેરો પણ જોઈ શકશે નહીં.તેનું કારણ એ છે કે કોંગ્રેસના ઉમેદવાર મોડે મોડે નક્કી થયા છે અને ભાજપના ઉમેદવારને ક્ષત્રિયોનો વિરોધ નડી રહ્યો હોય ચૂસ્ત બંદોબસ્ત હેઠળ જ જવું પડે છે. 

કોંગ્રેસના પરેશ ધાનાણી કોઈ બંદોબસ્ત વગર મુક્ત રીતે બધે સભાઓ,મીટીંગો, સ્કુટરમાં કે બળદગાડામાં રેલી કરતા જોવા મળે છે ત્યારે ભાજપના પરસોતમ રૂપાલાએ શરૂઆતમાં મુક્ત રીતે લોકસંપર્ક  શરૂ કર્યા બાદ હવે તેઓ મુખ્યત્વે વિવિધ જ્ઞાતિ, સંગઠનો દ્વારા યોજાતા ભોજન સંમેલનોમાં મહેમાન બનીને જઈ, પ્રચાર કરતા જોવા મળે છે. મતદારો જ્યાં રહે છે ત્યાં કાર્યકરો જાય છે પણ ઉમેદવાર ફરકતાં નથી. આ ઉપરાંત રૂપાલા અને ધાનાણી બન્ને લગભગ તમામ મંદિરોમાં દર્શન કરવા જઈ આવ્યા છે અને પૂરા આસ્તિક ,સનાતની હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎