:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભાજપ SC, ST-OBCના અનામતની સમર્થક : ગૃહમંત્રી : ધર્મના નામે અનામત ગેરબંધારણીય..

top-news
  • 01 May, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના આસામના પ્રવાસ દરમિયાન  ગુવાહાટીમાં કહ્યું કે, અમે (ભાજપ) પૂર્ણ બહુમતનો પ્રયોગ કરીને 370ને દૂર કર્યો. કોરોના વિરૂદ્ધ સમગ્ર દેશને મફત વેક્સિન આપી . અંગ્રેજોના ત્રણ કાયદા બદલ્યા અને ત્રિપલ તલાકને હટાવ્યો. એટલું જ નહિં રામ મંદિર પણ બંધાવ્યું.એવા અનેક જન સેવાના કામો જે કોંગ્રસના સમય  ક્યારેય થયા ન હતા તેવા કામો અમે કર્યા છે, જેની જનતા નોંધ અવશ્ય લેશે. તેની મને ખાતરી છે. 

અમિત શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવીને લોકોમાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. જો કોઈ પાર્ટીએ SC, ST અને OBCની અનામતને લઈને ડેટા નાખ્યો હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ધર્મના નામે અનામત બંધારણીય નથી, ગેરબંધારણીય છે. જ્યારે પણ અમને આ રાજ્યોમાં સત્તા મળશે ત્યારે અમે ધર્મના આધારે લાદવામાં આવેલી અનામતને હટાવી SC, ST અને OBC ના આધારે ન્યાય અપાવવાનું કામ કરીશું. કોંગ્રેસે સૌપ્રથમ સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપી, જેના કારણે OBCની અનામત કપાઈ. ત્યારપછી કર્ણાટકમાં કોઈ સર્વે કર્યા વિના જ તમામ મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા અનામત આપી દેવાયા.

અમિત શાહે કોંગ્રેસ પર સીધું અને ધારદાર નિશાન સાધતા કહ્યું કે તેમનામાં હતાશા અને નિરાશા એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે તેમણે અનેક ભાજપના નેતાઓના ફેક વીડિયો બનાવી જાહેરમાં ફોરવર્ડ કર્યા . સદનસીબથી હું જે બોલ્યો હતો, એનો રેકોર્ડ હતો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. રાજનીતિનું સ્તર બહુ નીચે લઈ જવાનું કામ કરી રહ્યા છે. આની ચરમસીમા એ છે કે લોકસભામાં ચર્ચા ન થવા દેવી, રાજ્યસભામાં તેનો બહિષ્કાર કરવો, ઘોંઘાટ કરવો અને જૂઠું બોલીને લોકોમાં ગેરસમજ ફેલાવવી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આ કરી રહી છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ એ વધુમાં કહ્યું કે, ‘હું માનું છું કે હવે નકલી વીડિયો ફેલાવીને ખોટું જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવો એ નિંદનીય છે અને ભારતીય રાજનીતિમાં કોઈપણ મોટા પક્ષ દ્વારા આવું ક્યારેય કરવામાં આવ્યું નથી.’

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎