સલમાન ખાન ફાયરિંગ કેસ: આરોપીઓને હથિયાર સપ્લાય કરનાર અનુજનું મોત
- 01 May, 2024
સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગના કેસમાં આજે વધુ એક અપડેટ આવ્યું છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાંથી એક અનુજ થાપને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તે પછીથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનું મોત નીપજ્યું છે. અનુજ થાપનની પોલીસે ગોળીબાર કરનાર આરોપીઓને હથિયાર સપ્લાય કરાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. અનુજે જ્યારે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, ત્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો.
સપ્તાહ પહેલા પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓની પંજાબમાંથી ધરપકડ કરી હતી. તેમાં 37 વર્ષીય સોનૂ સુભાષ ચંદ્ર અને 32 વર્ષના અનુજ થાપન સામેલ હતા. પ્રાપ્ત માહિતી મુજબ, અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કમ કરતો હતો. મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતૂસોને જપ્ત કર્યા હતા. બ્રાન્ચનો દાવો છે કે આ તે હથિયાર હતા, જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગમાં કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ હથિયારોનો સપ્લાઈ અનુજ અને સુભાષે કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ