:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મોંઘવારી તો સૌને નડે પણ મતદાન કોઈને ન નડે: સિનિયર સિટિઝનના મન કી બાત...

top-news
  • 01 May, 2024

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ ભારતનો મહાપર્વ એટલે ચૂંટણી. હાલ દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7 મેનાં રોજ ગુજરાતમાં થવાનું છે, ત્યારે જે મતદારો 85 વર્ષથી વધુની ઉંમરના હોય કે દિવ્યાંગ હોય તેમને ચૂંટણીપંચે ખાસ સુવિધા આપી છે. આ સુવિધાના ભાગરૂપે રાજ્યના આવા મતદારોના ઘરે તા.26 એપ્રિલના રોજ ચૂંટણીપંચના અધિકારીઓ ગયા હતા અને તેમને મતદાન કરવાની ખાસ સુવિધા પુરી પાડી હતી. અમદાવાદના દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારમાં આવા 33 મતદારોએ મતદાન કર્યું છે. આ મતદારોના મતનો અને મનનો મિજાજ જાણવાનો પ્રયત્ન ગુજરાત વંદન દ્વારા કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ તેમના મન કી બાત...

હાલમાં મોંઘવારી આસમાને 
88 વર્ષના કાલુરામ જૈન કાંકરિયા વિસ્તારમાં રહે છે. તેમણે ધો.12 સુધી અભ્યાસ કર્યા બાદ PWD અને ONGCમાં ફરજ બજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મેં આજ સુધી એકપણ વાર ભૂલ્યા વગર અચૂક મતદાન કર્યું છે. મારી ઉંમરના કારણોસર પ્રથમ વખત ઘરેથી મતદાન કરવાનો મોકો મને મળ્યો હતો. આ વખતે ચૂંટણીપંચ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સૌ કોઈને અપીલ અને વિનંતી છે કે તેમણે પણ મતદાન અવશ્ય કરવું જોઈએ. તેમણે મોંઘવારી વિશે વાત કરતા કહ્યું હતું કે હાલ મોંઘવારી ખૂબ જ વધારે છે, તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે પહેલા સોનાનો ભાવ 250 રૂપિયા તોલુ હતો અને ચાંદીનો ભાવ 8000  રૂપિયા પ્રતિ કિલો હતો. આ વાતથી આપણને અંદાજ આવી શકે કે મોંઘવારી કેટલી વધી રહી છે. હું પહેલેથી જ આરએસએસનો સક્રિય કાર્યકર્તા છું. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ જીતે તેવી મને આશા છે.

જ્યારે એક મતથી અટલબિહારીજી ચૂંટણી હાર્યા હતા
કાલુરામ જૈને વધુમાં જાણાવ્યું હતું કે હું પોતે ઘણા સમય પહેલા ચૂંટણીકાર્ડમાં સુધારા માટે ચાર વાર કોર્ટ ગયો હતો. આપણો મતએ દેશના વિકાસ માટે અમૂલ્ય છે. તેમણે ખૂબ જ સુંદર વાત કરીને એક મતનું મૂલ્ય સમજાવ્યું કે એક વખત અટલબિહારીજી એક મતથી હાર્યા હતા. જેથી આપણા એક મતથી સરકાર બની પણ શકે છે અને ન પણ બની શકે. તેથી મતનું મૂલ્ય ખૂબ જ છે.
કાંકરીયામાં રહેતા અન્ય સિનિયર સિટીઝન સુભદ્રાબેન ગાંધીની ઉંમર 86 વર્ષ છે, તેમણે ધો.10 સુધી અભ્યાસ કર્યો છે. તેમણે મતદાન અંગે પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે હું 18 વર્ષની હતી, ત્યારથી લઈને આજસુધી મેં અચૂક મતદાન કર્યું છે. ઉંમરના પગલે હાલ મને પગમાં તકલીફ છે, તેના કારણે મેં પ્રથમ વખત ઘરેથી મતદાન કર્યું હતું. મોંઘવારી અંગે તેમણે કહ્યું હતું કે પહેલાની ગણતરીમાં હાલ મોંઘવારી ખૂબ જ વધુ છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે હમણાં જ છાપામાં આવ્યું હતું કે એક કિલો ઘઉંના ભાવમાં પાંચથી છ રૂપિયાનો વધારો થવાનો છે. હાર જીતના સવાલનો જવાબ આપતા સુભદ્રાબેને કહ્યું હતું કે હાલ આવું ન બોલી શકાય. જોકે પછીથી તેમણે ભાજપની જીતની વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે બધા સારા જ છે, આપણને જે ગમે તે ખરું. આપણને જે પક્ષ ગમે તેને મત આપવાનો. દરેક લોકો મતદાન અવશ્ય કરવું જોઈએ. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎