દિલ્હી-નોઈડાની 7 મોટી સ્કુલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા: વિદેશી IP એડ્રેસનો કરવામાં આવ્યો છે ઉપયોગ
- 01 May, 2024
દિલ્હી અને નોઈડાની ઘણી સ્કુલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. જે સ્કુલોમાં બોમ્બ મુક્યા હોવાના સમાચાર મળ્યા છે, તેમાં દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી અને નવી દિલ્હીની સંસ્કૃતિક સ્કુલ સિવાય નોઈડાની ડીપીએસ જેવી હાઈ પ્રોફાઈલ સ્કુલ સામેલ છે. આ ધમકી પછીથી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
દ્વારકાની હાઈપ્રોફાઈલ DPS સ્કુલમાં બોમ્બ મુકવા અંગેની ધમકી આપવામાં આવી છે. સવારે છ વાગ્યે ફાયર બ્રિગેડને આ માહિત આપવામાં આવી હતી. તે પછીથી દિલ્હી પોલીસ, બોમ્બ સ્કોવોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર સ્કુલમાં સર્ચ કરવામાં આવ્યું હતું. પૂર્વ દિલ્હીના મયૂર વિહારની મધર મેરી સ્કુલને પણ એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. સમગ્ર સ્કુલને ખાલી કરાવીને હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ જ પ્રકારની એક ધમકી સંસ્કૃતિ સ્કુલને પણ ઈમેલ દ્વારા મળી છે. સ્કુલમાં બોમ્બ મુકાયા હોવાની ધમકી મળ્યા પછીથી આખી સ્કુલને ખાલી કરાવવામાં આવી.
આ જ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ વસંત કુજની ડીપીએસ સ્કુલ અને દક્ષિણ પશ્વિમ જિલ્લાની DAV સ્કુલને પણ આપવામાં આવી છે. પુષ્પ વિહાર Amity સ્કુલને પણ બુધવારે સવારે 4.30 વાગ્યે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કુલમાં બોમ્બ હોવાની વાત કહેવામાં આવી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ