લંડનમાં યુવકે લોકોને તલવારના ઘા માર્યા: ટ્યુબ સ્ટેશન નજીકથી થઈ ધરપકડ
- 30 Apr, 2024
નોર્થઈસ્ટ લંડનમાં મંગળવારે એક વ્યક્તિએ ઘણા લોકો પર તલવારથી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે 36 વર્ષના એક વ્યક્તિએ મેમ્બર્સ ઓફ પબ્લિક અને બે અધિકારિઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના સામે આવેલા વિઝ્યુઅલ મુજબ એક યુવક સ્ટ્રીટ પર તલવાર લઈને ફરતો જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયોની ઈન્ડિયા ટુડે પુષ્ટિ કરતું નથી.
હેનોલટ ટ્રેન સ્ટેશનની નજીકના વિસ્તારમાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તલવાર સાથે યુવક ફરી રહ્યો હોવાની ઘટનાની પોલીસને જાણ કરવામાં આવ્યા પછીથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ યુવકને ઝડપી લીધો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના કોઈ આતંકી ઘટના નથી. જોકે હજી આ ઘટનાની તપાસ ચાલુ છે. લંડનના મેયર સાદ્દીક ખાને જણાવ્યું હતું કે ઘટના પછીથી આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ અટકળો પર વધુ ધ્યાન ન આપે. હું પોલીસ કમીશનરના સતત સંપર્કમાં છું.