ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો... 8 શહેરોમાં 37 ડિગ્રી કરતા વધુ તાપમાન

- 24 Oct, 2023
ગુજરાતમાં રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે. આજે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચો ગયો હતો. રાજકોટ શહેરમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચતા લોકો શેકાયા હતા. જ્યારે 8 શહેરોમાં 37 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં આજે 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન અને 21.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં 36.8 ડિગ્રી, ડીસામાં 37, ગાંધીનગરમાં 35.8, વલ્લભ વિદ્યાનગરમાં 36.1, વડોદરામાં 35.6, સુરતમાં 36.2, વલસાડમાં 37.4, ભુજમાં 37.8, નલિયામાં 35, કંડલા પોર્ટમાં 37.6, અમરેલીમાં 36.6, ભાવનગરમાં 36.1, દ્વારકામાં 31.4, ઓખામાં 33.4, પોરબંદરમાં 35.2, રાજકોટમાં 39, વેરાવળમાં 38.2, સુરેન્દ્રનગરમાં 38.5, મહુવામાં 36.2 અને કેશોદમાં 37 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું છે.
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં 21.9 ડિગ્રી, ડીસામાં 21.8, ગાંધીનગરમાં 21.5, વલ્લભ વિદ્યાનગરમાં 24.8, વડોદરામાં 22.4, સુરતમાં 23.6, વલસાડમાં 22.2, ભુજમાં 24, નલિયામાં 22.2, કંડલા પોર્ટમાં 25.5, અમરેલીમાં 21.7, ભાવનગરમાં 23.5, દ્વારકામાં 25.8, ઓખામાં 26, પોરબંદરમાં 23.5, રાજકોટમાં 24, વેરાવળમાં 24.9, સુરેન્દ્રનગરમાં 24.2, મહુવામાં 21.3 અને કેશોદમાં 21.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.