:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

અમિત શાહના નકલી વીડિયોનો મામલો: જીગ્નેશ મેવાણીના PA સહિત 2ની ધરપકડથી સનસનાટી

top-news
  • 30 Apr, 2024

ગૃહમંત્રી અમિત શાહના વીડિયો એડિટ કરીને વાઈરલ કરવાના કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના PA સતીશ વસાણી અને આપના કાર્યકર આર બી બારૈયાની ધરપકડ કરી છે. 

ગૃહમંત્રી અમિત શાહના વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલામાં દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી સીએમ રેવાન્થ રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના તેલંગાણા યુનિટ દ્વારા વીડિયોને એડિટ કરીને વાઈરલ કરવામાં આવ્યો હતો. 

રેવનાથ રેડ્ડી તેલંગાણામાં પોતે કોંગ્રેસના સ્ટેટ પ્રેસિડન્ટ પણ છે. તેમને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સહિતની વસ્તુઓને વધુ તપાસ માટે જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયો મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ વીડિયોમાં ગૃહમંત્રી શિડ્યુલ્ડ કાસ્ટ(SC), શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ(ST) અને અન્ય બેકવર્ડ ક્લાસીસ(OBC) માટેના રિઝર્વેશનને રદ કરવાની વાત કરતા દેખાઈ રહ્યાં છે.

આ વીડિયોની સત્યતા અંગે ભાજપે સવાલ કરતા દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી હતી. બીજેપીએ આ વાતને વખોડતા કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે એક રાજકીય રેલી દરમિયાન આપેલા નિવેદનને બદલી નાંખવામાં આવ્યું છે. આ અંગે ભાજપના પ્રવક્તા અમિત માલવીયાએ કહ્યું કે તેલંગણામાં મુસ્લિમ આરક્ષણ પરની ગૃહમંત્રીની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં  કહ્યું કે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો એડિટેડ વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર નકલી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમોને ધર્મને આધારે અપાયેલા આરક્ષણને રદ કરવાની વાત કહી હતી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎