:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

એક કાશીમાં બીજુ અમદાવાદમાં: આ છે દુર્ગામાતાનું અનોખું મંદિર...

top-news
  • 30 Apr, 2024

એક મંદિર કાશીમાં અને બીજુ મંદિર અમદાવાદમાં. આ બંન્ને મંદિરની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં દુર્ગા માતાના આ બંને મંદિરમાં નિરાકાર સ્વરૂપે માતાજીની પૂજા, વિધી અને આરાધના થાય છે. કાશીમાં દુર્ગાઘાટ નજીક નિરાકાર સ્વરૂપે માતાજી બિરાજમાન છે તો અમદાવાદમાં દુર્ગામાતાની પોળમાં નિરાકાર સ્વરૂપે બિરાજમાન છે. શું છે તેની વિશેષતા ચાલો જોઈએ...

અમદાવાદ શહેર એક હેરિટેજ સીટી છે જ્યાં પૌરાણિક મંદિરો અને મસ્જિદો આવેલી છે ખાસ કરીને અમદાવાદના સીટી વિસ્તારમાં પૌરાણિક મંદિરો વધુ જોવા મળે છે આવી જ એક પૌરાણિક મંદિર જ્યાં કૂવામાંથી સ્વયંભૂ માતાજીની બે મૂર્તિઓ પ્રગટ થઈ હતી. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દુર્ગા માતાજીની પોળ આવેલી છે. 100 થી 150 વર્ષ જૂનું દુર્ગા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરને લઈને પોળનું નામ દુર્ગા માતાજીની પોળ રાખવા આવ્યું હતું.


 મંદિરના ઇતિહાસની કહાની....
હાલ મંદિરમાં સેવા પૂજા કરતા મુકેશભાઈ ગાંધર્વ ગુજરાત વંદન સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મંદિર 100 થી 150 વર્ષ જૂનું મંદિર છે. અમારા કાશીના બ્રાહ્મણ પૂર્વજો દ્વારા આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે મને મારા દાદા જોડેથી જાણવા મળ્યું હતું તેઓ કહેતા હતા કે પહેલાંના સમયમાં આપણા પૂર્વજો કાશીથી અમદાવાદ આવ્યા હતા તે સમયે માતાજીએ એવો આદેશ આપ્યો હતો કે તમે લોકો જે જગ્યાએ સ્થાયી થશો ત્યાં કુવો ખોદશો એમાંથી હું ફૂલના દડા સ્વરૂપમાં પ્રગટ થઈશ અને દર્શન આપીશ અને આ વાત એકદમ સાચી સાબિત થઈ. અત્યારે વર્તમાન સમયમાં જ્યાં મંદિર આવેલું છે તેની બાજુમાં કૂવામાંથી સ્વયંભૂ માતાજીની બે મૂર્તિઓ પ્રગટ થઈ હતી. આ મૂર્તિઓ પણ હાલમાં દર્શન માટે મૂકવામાં આવેલી છે. આ મૂર્તિના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ખાસ કરીને આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં લોકોની ભારે ભીડ જામે છે.
 
મંદિરમાં મૂર્તિની ખાસ વિશેષતા..... 
મંદિરમાં બે મૂર્તિઓ છે એક દુર્ગા માતાજીની અને બીજી અંબે માતાજીની છે.મહિસાસુર મર્દનની જેમાં દુર્ગા માતાજી નું નિરાકાર સ્વરૂપ છે. અને બાજુમાં મહિસાસુર મર્દનનું સાકાર સ્વરૂપ છે. નિરાકાર સ્વરૂપમાં વચ્ચે એક ચક્ર આવેલું છે એની વિશિષ્ટા એવી છે કે જો તેની સામે બેઠા હોય તો તમારા આજ્ઞાચક્ર સામે તેનું મધ્યબિંદુ આવે જેના દ્વારા ઊર્જા મળે અને ધ્યાનમાં બેસવાથી તેની અદભુત અનુભૂતિ થયા છે. મંદિરમાં બહુચર માતાનો ગોખ પણ આવેલો છે.મુળ મંદિર કાશીના દુર્ગાઘાટ પર આવેલુ છે ત્યાં પણ બાજુમાં મોટો કુંડ આવેલો છે. કાશીમા માતાજીનું મુખારવિંદ સોનાનું છે અને આ મંદિરમાં માતાજીનું મુખારવિંદ ચાંદીનું છે. 

 
આસો નવરાત્રિમાં માતાજીની ખાસ પૂજા.... 
આસો નવરાત્રી દરમિયાન માતાજીના નિરાકાર સ્વરૂપ ઉપર ચાંદીનું મુખારવિંદ મૂકવામાં આવે છે. જેનાથી માતાજીનું સ્વરૂપ ખૂબ જ અનોખું લાગે છે, અમારી નવરાત્રી 15 દિવસ ચાલે છે આઠમના દિવસે રાત્રે માતાજીનો ખાસ હવન કરવામાં આવે છે. અને દશેરાના દિવસે માતાજીની પલ્લી ભરાય છે.નવરાત્રીમાં ઘઉંના જુવારા ઉગાડી માતાજીને ખાસ શણગાર કરવામાં આવે છે અને દશેરાના દિવસે પ્રસાદરૂપે આવેલ ભક્તોને આપવામાં આવે છે. પૂનમના દિવસે માતાજીની માંડવી ભરાય છે અને માંડવીમાં પોળના લોકો ગરબે રમી માતાજીની પૂજા કરે છે. આ ખાસ પૂજા નવરાત્રી દરમિયાન થાય છે આમ રોજબરોજ બે ટાઈમ માતાજીની આરતી કરવામાં આવે છે થાળ ધરાવવામાં આવે છે વગેરે સેવાપૂજા કરવામાં આવે છે. 
 
માતાજીની સોનાની અને ચાંદીની સાડી ખાસ આકર્ષણનું કેન્દ્ર... 
નવરાત્રી દરમિયાન માતાજીના બંને સ્વરૂપને ખાસ પૂજા સાથે આઠમના દિવસે દુર્ગા માતાના નિરાકાર સ્વરૂપમાં સોનાની સાડી પહેરાવવામાં આવે છે અને દશેરાના દિવસે ચાંદીની સાડી પહેરાવવામાં આવે છે. એવી જ રીતે માતાજીના સાકર સ્વરૂપને દશેરાના દિવસે સોનાની સાડી અને આઠમના દિવસે ચાંદીની સાડી પહેરાવી ખાસ શણગાર કરવામાં આવે છે. જે પરંપરા વર્ષો જૂની છે.વર્તમાનમાં પરંપરા મુજબ રાબેતા મુજબ છે.બન્ને સાડી ઉત્તમ સોનું અને ચાંદીમાંથી બનાવવામાં આવી છે. જે સુરતના વેપારી જોડેથી બનાવવામાં આવી હતી વર્ષો પહેલા માતાજીને અર્પણ કરવામાં આવી હતી. 

 
બાધા માનતા રાખવાથી માતાજી મનોકામના પૂર્ણ કરે છે..... 
ઘણા ભક્તો સંતાન ન થતા હોય જીવનમાં ઘણી મુશ્કેલી હોય, કામ અટકી ગયા હોય, તેવા લોકો માતાજીના મંદિરમાં આવીને પોતાના મનથી બધા રાખે છે અને લોકોની આસ્થાથી માતાજી તેમના કાર્ય પૂર્ણ કરે છે. જે લોકો પહેલા પોળમાં વસતા હતા અને સમયની બહાર રહેતા હોય તેવા લોકોની અત્યારે પણ માતાજી પર આસ્થા અતૂટ છે પોતાની રીતે રાખેલી માનતા પૂરી કરવા અને દર્શન માટે હાલ પણ આવે છે. સમયની સાથે હાલ પોળ વિસ્તારમાં મારવાડી સમાજના લોકો વધુ રહે છે અને ઘણા લોકોની કુળદેવી દુર્ગા માતાજી છે જેથી મારવાડી સમાજના લોકો દ્વારા વધામણી કરવામાં માટે આવે છે. ચારણીમાં ઘઉં લાવીને વધામણીના પાંચ ગીતો ગાઈ પોતાની શક્તિ અનુસાર પૈસા મૂકીને માતાજીની બાધા પૂરી કરે છે.  

વૈશાખ સુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ...
આ  દિવસનું મહત્વ ખૂબ જ રહેલું છે જેમાં ભક્તોની દર્શન માટેની ભીડ વધુ હોય છે. છેલ્લે હમણાં આ દિવસે બીજેપીના નેતા કૌશિક જૈન દર્શન માટે આવ્યા હતા અને મંદિરની બાજુમાં જ કોર્પોરેટર ઉમંગભાઈ નાયક રહે છે તેઓ રોજ માતાજી પૂજા અર્ચના કરે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎