રાવણ દહન... સુરતમાં પોલીસ દ્વારા ડ્રગ્સરૂપી રાવણનું દહન કરાયું
- 24 Oct, 2023
અધર્મ પર ધર્મની વિજયના પર્વ વિજયા દશમીના નિમિતે સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે 65 ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ રૂપી રાવણનું પુતળું પણ અહી બનાવવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને ચરસ, ગાંજો ડ્રગ્સથી દૂર રહેવાના સંદેશા સાથે આ નશારૂપી રાવણના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહન બાદ અહી ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિજયાદશમી પર્વ નિમિતે સુરતમાં સૌથી મોટા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત ગ્રાઉન્ડમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા 65 ફૂટના રાવણનું દહન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો.
મથુરાથી આવેલા 15 કારીગરો દ્વારા 40 દિવસની મહેનત બાદ ૬૫ ફૂટનું રાવણનું આ પુતળું તૈયાર કરવામાં આવ્યું હતું જેનું આજે દશેરાના પાવન દિવસે દહન કરવામાં આવ્યું હતું, રાવણ દહનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ રાવણ દહન બાદ અહી ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અહીં સુરત પોલીસ દ્વારા જન જાગૃતિ માટે ડ્રગ્સ રૂપી રાવણનું પુતળું પણ અહી તૈયાર કરવામાં આવ્યું હતું, આ પુતળામાં યુવાનોને ચરસ, ગાંજો, ડ્રગ્સ વગેરે નશીલા પદાર્થોથી દુર રહેવાના સંદેશા સાથે નશારૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું,
મહત્વનું છે કે યુવાનો ડ્રગ્સની ચુંગલમાં ફસાઈને જીવન બરબાદ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નશારૂપી રાવણના પુતળાનું દહન કરીને લોકોને આવા નશારૂપી દુષણોથી દુર રહેવા લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા.
રાવણ દહનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા અહી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી દર્શના બેન જરદોશ, સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.