બિભત્સ વીડિયો ક્લીપ્સનો મામલો: પાર્ટીએ દૈવ ગોવડાના પૌત્રને બરખાસ્ત કરવાની માંગ કરી
- 29 Apr, 2024
લોકસભાની વર્તમાન ચૂંટણી વખતે કર્ણાટકના રાજકારણમાં ભારે સનસનાટી મચી છે. કર્ણાટકમાં જેડીએસના પ્રણેતા અને પૂર્વ વડાપ્રધાનના પૌત્રની અશ્લીલ વીડિયો વાઈરલ થતા પાર્ટી બેકફુટ પર આવી ગઈ છે. પાર્ટીને સૌથી વધુ નુકસાન એ બાબતે પણ થયું છે કે પૂર્વ વડાપ્રધાનનો પૌત્ર કે જે લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર પણ છે તે મતદાન બાદ વિદેશ ભાગી ગયો છો. જોકે કર્ણાટકની કોંગ્રેસ સરકારે સમગ્ર બનાવની તપાસની માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશ ટીમ(સીટ)ની રચના કરી છે. નોંધનીય છે કે ભાજપે જેડીએસ સાથે હાથ મિલાવ્યા છે.
જનતા દળ(સિક્યુલર)ના નેતા શરણાગૌડા કાડકૌરે પક્ષના સાંસદ પ્રજંવલ રેવનનાને સસ્પેન્ડ કરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે કાડકૌરની બિભત્સ વીડિયો ક્લિપ્સ તેના મતવિસ્તારમાં મતદાનના પછીના દિવસથી સરક્યુલેટ થઈ રહી છે. બે પાનાના પત્રમાં કાડકૌરે પૂર્વ વડાપ્રધાન એચ ડી દૈવ ગોવડાને સંબોધીને લખ્યું છે કે પ્રજંવલના બિભત્સ વીડિયોના પગલે તેમની પોતાની અને પાર્ટીની છબી ખરડાઈ છે.
ઉલ્લેખનીય છે કે રેવનના દૈવ ગોવડાનો પૌત્ર છે. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ શનિવારે સવારે જ ભારત છોડીને જર્મની માટે રવાના થઈ ગયો હતો. જોકે રવિવારે તેણે એફઆઈઆર નોંધાવી હતી કે સોશિયલ મીડિયા પર વાઈરલ ક્લીપ્સ સાચી નથી અને આ તમામને તેમની છબીને ખરાબ કરવા માટે વાઈરલ કરવામાં આવી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ