:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

નવી ફેશનનું જીન્સ: યુરિનના ડાઘાવાળા આ જીન્સની કિંમત છે હજારોમાં...

top-news
  • 29 Apr, 2024

એક સમયે સમાજમાં ફાટેલા કપડા પહેરનારને ગરીબ, લાચર અને બિચારો માનવામાં આવતા હતા. સમય જતા ફાટેલા વસ્ત્રોમાં એક એવી ફેશન આવી કે જીન્સ(ડેનિમ )ના ફાટેલી પેઈન્ટ પહેરનાર પ્રત્યે અહોભાવથી જોવામાં આવે છે. આ ફેશન હવે તેની મર્યાદા વટાવી ગઈ હોય તેમ સુરુચિનો ભંગ થાય તેવા વસ્ત્રો હવે બજારમાં મળી શકે છે. 

ફેશનના નામ પર લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ કરતા હોય છે. ઘણી ફેશનેબલ વસ્તુઓ કદાચ તમને પસંદ ન પણ હોય, જોકે તે ફેશનનો એક હિસ્સો હોઈ શકે છે. આજે આવી જ કઈંક વાત કરવી છે. યુરિનના ડાઘાની ડિઝાઈન ધરાવતા જીન્સની કિંમત હજારોમાં છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, જોકે આ વાસ્તવિકતા છે. કદાચ તમે આ જીન્સની કિંમત સાંભળશો તો તમને ખૂબ જ નવાઈ લાગશે. આ જીન્સની કિંમત 50,000 છે. 
આ જીન્સને જોઈને લાગે છે કે તેને પહેરનાર વ્યક્તિએ તેમાં યુરિન કર્યું હોય. જાણીતી જીન્સ કંપની જોર્ડનલુકાએ આ નવું ડેનિમ પેન્ટ લોન્ચ કર્યું છે. આ પેન્ટની આગળની તરફ એક ડાઘો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે પેન્ટ યુરિનના કારણે બગડ્યું છે.  ફેશનની દુનિયામાં વિવિધ પ્રકારની ચીજો પહેરનારાઓની તો કોઈ અછત નથી. જોકે આ જીન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ઘણા લોકો દ્વારા તેની પર સવાલ પણ કરવામાં આવી રહ્યાં છે.