:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ચોંકાવનારી ઘટના... 6 વર્ષની બાળકીનો મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યો

top-news
  • 24 Oct, 2023

વાપીના ડુંગરી ગામે ડુંગરી ફળિયામાં દમણગંગા નદી કિનારેથી 6 વર્ષિય મુસ્લિમ બાળકીની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બાળકી ઘરેથી પિતાના ગોડાઉન પર જવા નિકળ્યા બાદ ગાયબ થઇ ગઇ હતી. કેમેરામાં એક શખ્સ બાળકીનો હાથ પકડી લઇ જતો કેદ થયો હતો. ફુટેજના આધારે પોલીસે સઘન તપાસ આદરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના ડુંગરી ફળિયામાં આઝાદનગરમાં એક મુસ્લિમ પરિવાર રહે છે. પરિવારની છ વર્ષિય શબાના (નામ બદલ્યું છે) ગઇકાલે ઘરેથી નજીકમાં આવેલા પિતાના ભંગારના ગોડાઉન પર જવા નિકળી હતી. લાંબા સમય બાદ બાળકી પરત ઘરે નહી પહોંચતા ચિંતા વધી ગઇ હતી. પિતાને પણ જાણ કરાયા બાદ શબાનાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને પણ આ અંગે જાણ કરાઇ હતી.

માસૂમ બાળકીનું અપહરણ કરાતા પોલીસ પણ ગંભીર બની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન દમણગંગા નદી કિનારેથી બાળકીની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાય ગયો હતો. ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. પલીસે લાશનો કબ્જો લઇ સુરત એફએસએલમાં પી.એમ. માટે મોકલી દીધી હતી.

બાળકીની હત્યા કેવી રીતે કરાઇ અને બળાત્કાર કરાયો કે કેમ તે અંગે રિપોર્ટ આવ્યા બાદ કારણ બહાર આવી શકશે. પોલીસે કેમેરામાં ચકાસણી કરતા એક શખ્સ બાળકીનો હાથ પકડી રોડ પરથી લઇ જતા કેદ થયો હતો. પોલીસે ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા તજવીજ આદરી છે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎