પ્રિયંકા ગાંધીની ધરમપુરમાં સભા: વડાપ્રધાન મોદી માટે કહ્યાં આવા શબ્દો...
- 27 Apr, 2024
પ્રિયંકા ગાંધી શનિવારે ગુજરાત પહોંચ્યા છે. તેમણે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના ઉમેવાર અનંત પટેલના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં આપેલા નિવેદનોને લઈને તેમની પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન પોતાના પદની ગંભીરતાને આધાર બનાવીને તમારી સાથે બકવાસ કરતા રહ્યાં છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીને અંકલ કહીને સંબોધ્યા હતા.
પ્રિયંકા ગાંધીએ જનસભામાં કહ્યું કે દરેક જગ્યાએ એક અંકલ જી આવા હોય છે. જે દરબાર લગાવીને બધાને જ્ઞાન આપતા રહે છે. આવા જ અંકલ જી કોઈક દિવસે કહેવા લાગ્યા કે સાવધાન થઈ જાવ. કોંગ્રેસ સરકાર આવશે તો તમારા ઘરેણા-મંગળસૂત્ર ચોરી લેશે અને કોઈકને આપી દેશે. તો આ બધી વાતો સાંભળીને તમે શું કરો? હસોને. આજે દેશના વડાપ્રધાન તેમના પદની ગંભીરતાને આધાર બનાવીને પરસ્પર બકવાસ કરી રહ્યાં છે.
આ જ મંચ પરથી તેમણે અમારા પરિવારને કેટલી ગાળો આપી તે બાબતની અમને કઈ પડી નથી. કોઈને પણ છોડ્યા નથી. માતાને પણ છોડી નથી, પિતાને પણ છોડ્યા નથી, દાદીને પણ છોડ્યા નથી, દાદાને પણ છોડ્યા નથી, પરદાદાને પણ છોડ્યા નથી, ભાઈને પણ છોડ્યો નથી, પતિને પણ છોડ્યો નથી. જોકે આનો કોઈ વાંધો જ નથી, તેઓ તો આમ કરતા જ રહે છે. 56 ઈંચની તેમની છાતી નથી. લોખંડની છાતી અમારી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ