:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

સંદેશખાલીમાં CBIએ દરોડા પાડ્યા: ટીમે ઓપરેશન હાથ ધરીને વિદેશી પિસ્તોલ-હથિયારો જપ્ત કર્યા

top-news
  • 27 Apr, 2024

દેશમાં લોકસભાની ચુંટણીઓ ચાલી રહી છે .બે તબક્કાનું મતદાન હાલમાં પૂર્ણ થઈ ગયું છે . ત્યારે બીજા તબકકાના મતદાન પૂર્વે સીબીઆઇને સંદેશખાલીમાં હથિયારોનો મોટો જથ્થો સંતતાડવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી . એ વિગતોના આધારે સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા . જેને લઇનેtmc 
દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો .

બનાવની વધુ વિગતો મુજબ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન શુક્રવારે CBIએ સંદેશખાલીમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈના આ દરોડાથી બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી નારાજ છે. મમતા સરકારએ CBI વિરુદ્ધ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી.સંદેશખાલીમાં તપાસ દરમિયાન સીબીઆઈને ઈનપુટ મળ્યા હતા કે હથિયારોનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. શુક્રવારે ટીમે ઓપરેશન હાથ ધરીને વિદેશી પિસ્તોલ સહિત અનેક હથિયારો જપ્ત કર્યા હતા. 

કોલકાતાથી 100 કિલોમીટર દૂર સુંદરબનના સરહદી વિસ્તારમાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક વર્ષથી હિંસા ચાલી રહી હતી . હકીકતમાં, ગામની મહિલાઓએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ટીએમસી નેતા શાહજહાં શેખ અને અન્ય ટીએમસી નેતાઓએ તેમની જમીનો કબજે કરી લીધી છે અને કેટલીક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. આ અંગે સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. સંદેશખાલીમાં પણ ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. શાહજહાં શેખ રાશન કૌભાંડનો આરોપી છે અને શાહજહાં શેખ તાજેતરમાં ED ટીમ પર થયેલા હુમલામાં પણ આરોપી છે. જ્યારે બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎