:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

નૈનીતાલના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી : પ્રશાસને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ લગાવ્યો ...

top-news
  • 27 Apr, 2024

જળવાયુ પરિવર્તનને કારણે હાલમાં સમગ્ર વિશ્વના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વર્ષે વરસાદ અને હિમવર્ષાના અભાવે ગરમી વધવા લાગી છે.  અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે , ગરમીથી બચવા લોકો ઠંડકવાળા પ્રદેશોમાં હાલ ફરવા જતાં હોય છે , અને એમાંય વળી ત્યાં ગરમીનો અનુભવ થાયતો પછી.. બીજે ક્યાં જવું એ વિચારવા જેવુ છે..???દેશભર માંથી પ્રવાસીઓ ગરમીથી બચવા માટે પર્વતીય વિસ્તારોમાં જેવા કે  ઉત્તરાખંડ,  હિમાચલના દર્શનીય સ્થળોની મુલાકાત લઈ આનંદ અનુભવે છે.

વધતા તાપમાન વચ્ચે નૈનીતાલ અને આસપાસના જંગલોમાં ભીષણ આગ લાગી છે. ઢોળાવવાળી ટેકરીઓમાં લાગેલી આગને કારણે ઘણી જગ્યાએ વન વિભાગ અને ફાયર વિભાગની ટીમો પણ આગ પર કાબૂ મેળવી શકી નથી. જેના કારણે જંગલો બળીને રાખ થઈ ગયા છે. ત્યારે હાલમાં ઉત્તરાખંડના નૈનીતાલ ક્ષેત્રમાં 36 કલાકથી વધુ સમયથી જંગલમાં આગ ફાટી નીકળી છે. 

મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ હજી ચાલુ છે. નૈનીતાલ નજીક નૈનીતાલ ભવાલી રોડ પર પાઈનના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં જંગલનો મોટો ભાગ અને આઈટીઆઈ બિલ્ડિંગને અસર થઈ હતી. નૈનીતાલમાં લાદિયાકાંટા વિસ્તારના જંગલમાં પણ આગ લાગી છે. આગના કારણે નૈનીતાલથી ભવાલી સુધીનો રસ્તો ધુમાડાથી ઢંકાઈ ગયો છે. વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. નૈનીતાલ નજીક લાદિયાકાંટા ખાતે લાગેલી આગ ભારતીય સેનાના વિસ્તાર સુધી પહોંચી શકે છે, તેને ધ્યાનમાં રાખીને સેનાના જવાનો પણ આગ ઓલવવામાં લાગેલા છે.

આવતીકાલથી વહીવટીતંત્ર હેલિકોપ્ટર દ્વારા નૈનીતાલ અને ભીમતાલ તળાવોમાંથી પાણી લઈને આગ ઓલવવાનો પ્રયાસ કરશે. નૈનીતાલ સહિત કુમાઉના જંગલોમાં આગ લાગી છે. નૈનીતાલના બલદિયાખાન, જિયોલીકોટ, મંગોલી, ખુરપતાલ, દેવીધુરા, ભવાલી, પીનસ, ભીમતાલ મુક્તેશ્વર સહિત આસપાસના જંગલોમાં આગ લાગી રહી છે.નૈનીતાલ જિલ્લા મુખ્યાલય પાસેના જંગલમાં લાગેલી આગ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુકી છે, જેના કારણે પાઈન્સ વિસ્તારમાં સ્થિત હાઈકોર્ટ કોલોનીના રહેવાસીઓના જીવ પણ  જોખમમાં છે. જેના કારણે આ વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી હતી. આ વિસ્તારના રહેવાસી અને હાઈકોર્ટના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અનિલ જોશીએ જણાવ્યું હતું કે આગ ધ પાઈન્સ નજીક સ્થિત એક ખાલી મકાન આગની  લપેટમાં આવી ગયું હતું. 

હાઈકોર્ટ કોલોનીમાં કોઈ નુકસાન ન હોવા છતાં તે ચિંતાજનક રીતે વધી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં આગ પહોંચવાની સંભાવનાને જોતા વહેલી તકે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને જોતા જિલ્લા પ્રશાસને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.નૈનીતાલ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું કે અમે મનોરા રેન્જના 40 જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને આગ બુઝાવવા માટે તૈનાત કર્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કુમાઉ ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં જંગલમાં આગ લાગવાની 26 ઘટનાઓ બની છે, જ્યારે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ ઘટનાઓ બની છે, જ્યાં 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎