:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

નવા શૈક્ષણિક વર્ષથી સીબીએસઇની પરીક્ષા બે વખત લેવાશે ; હવેથી સેમિસ્ટર સિસ્ટમ લાગુ થશે નહીં ..

top-news
  • 27 Apr, 2024

 કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સીબીએસઇને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે ‌વખત લેવા માટેનો નિર્ણય લીધો છે , તે માટે તેમણે અધિકારીઓને જરૂરી તૈયારી કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર વર્ષથી સેમિસ્ટર સિસ્ટમ લાગુ થશે નહીં. શિક્ષણ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આવતા મહિનાથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા માટે વિવિધ શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરશે.

સીબીએસઇ અત્યારે અન્ડરગ્રેજ્યુટએટના એડમિશન શિડ્યુલમાં ફેર‌ફાર વગર વર્ષમાં બીજી વખત બોર્ડની પરીક્ષા લેવાનું માળખું તૈયાર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “મંત્રાલયે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા કેવી તૈયારીની જરૂર પડશે તેનો પ્રશ્ન કર્યો હતો. બોર્ડ તેની પ્રક્રિયા નિર્ધારિત કરવા આવતા મહિનાથી જુદીજુદી શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરશે.”

સૂત્રના જણાવ્યા અનુસાર સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી. મંત્રાલય શરૂઆતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવા ઇચ્છુક હતું. જોકે, યોજનાને એક વર્ષ લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે નીમેલી નેશનલ સ્ટિયરિંગ કંપની દ્વારા તૈયાર કરાયેલા નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક માં ધોરણ ૧૧ અને ૧૨ માટે સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાનો પ્રસ્તાવ હતો.

મંત્રાલયે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કરેલા એનસીએફમાં વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપવાના વિકલ્પનો પણ પ્રસ્તાવ હતો. સીબીએસઇ અત્યારે શિડ્યુલ અંગે વિચારણા કરી રહી છે. જેથી વિદ્યાર્થીઓ મહત્તમ લાભ મેળવીને બોર્ડની પરીક્ષાને તણાવમુક્ત બનાવવાનો પ્રયન્ત કરે . ગયા વર્ષે ઓગસ્ટમાં જારી કરવામાં આવેલા માળખામાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરિક્ષાઓ લખવાનો વિકલ્પ આપવામાં આવે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎