અમદાવાદ-વડોદરા કોર્પોરેશનનો મોટો નિર્ણય... કર્મચારીઓને મળશે 30 ટકા પગાર વધારો
- 24 Oct, 2023
તાજેતરમાં જ ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની દિવાળીની ભેટ આપી હતી. ત્યારે હવે અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પણ 30 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પગલે મહાનગર પાલિકાએ પણ કર્મચારીઓનો પગાર વધારવા માટે આદેશ કર્યો છે.
વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને લાભ મળશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત સરકારે લાંબા સમયથી વેતન વધારા માટે માંગ કરી રહેલાં ફિક્સ પે કર્મચારીઓને 30 ટકા પગાર વધારો આપ્યો હતો. સરકારના આદેશથી વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ રાજ્ય સરકારને પગલે પગાર વધારો આપવાનો આદેશ કર્યો છે. બંને કોર્પોરેશનમાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ