જ્ઞાનવાપીનો સરવે કરાવવાનો ચુકાદો આપનાર જજને મળી ધમકી: રવિકુમારને આવ્યો ધમકી આપતો ફોન
- 25 Apr, 2024
એડિશનલ સેશન્સ જજ રવિ કુમાર દિવાકર જેમણે વર્ષ 2022માં જ્ઞાનવાપી મસ્જિદનો વીડિયોગ્રાફી કરીને સર્વે કરવા અંગેનો ચુકાદો આપ્યો હતો, તેમને હાલ ઈન્ટરનેશનલ નંબર પરથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે આ અંગેની પોલીસ ફરિયાદ કરી છે.
જસ્ટિસ દિવાકરે આ અંગે બરેલી સુપ્રિડેન્ટને પત્ર લખીને જણાવ્યું છે કે તા.15 એપ્રિલના રોજ તેમને એક ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં તેમને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આવો જ બીજો ફોન તેમને બીજા દિવસે એટલે કે તા.16 એપ્રિલે પણ આવ્યો હતો.
જસ્ટિસ દિવાકરની હાલ બરેલી ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. અગાઉ પણ તેમને અને તેમના પરિવારને ધમકીઓ મળી હતી. જજે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. બરેલી ખાતે ટ્રાન્સફર મેળવ્યા પછી 2018માં જસ્ટિસ દિવાકરે 2018ના કોમી તોફાનનું સંજ્ઞાન લીધું હતું. તેમણે મૌલાના રાઝા, જેને 2018ના કોમી તોફાનના માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે, તેમને ફેસ ટુ ફેસ ટ્રાયલ માટે બોલાવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ