પટનામાં રેલવે સ્ટેશનની નજીક આગ: 6 લોકોનાં મોત, 20ને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા
- 25 Apr, 2024
પટના રેલવે સ્ટેશનની નજીક આવેલી એક હોટલમાં આગ લાગતા ગુરુવારે 6 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે એક સિનિયર અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 20 જેટલા લોકોને અહીંથી સલામત સ્થળે ખસેડી નાખવામાં આવ્યા છે.
હોમગાર્ડ એન્ડ ફાયર સર્વિસના શોભા ઓથેકરે જણાવ્યું હતું કે અમે લગભગ 16000 જેટલી હોટલ્સનું ફાયર ઓડિટ કર્યું છે અને હજી અન્ય હોટલ્સનું ઓડિટ કરવાની કાર્યવાહી ચાલુ છે. કેટલાક હોટલવાળાઓ ઓડિટ કર્યા પછી આપવામાં આવેલી ઈન્સ્ટ્રક્શનને અનુસરે છે, જ્યારે કેટલાક લોકો તેને બિલકુલ અનુસરતા નથી.
આ આગ સિલિન્ડર બ્લાસ્ટના પગલે લાગી હતી. આગ લાગી હોવાની માહિતી સવારે 11 કલાકે મળી હતી. માહિતી મળ્યા પછી તાત્કાલિક ફાયર બ્રિગડના ટેન્કર્સને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા અને બાદમાં થોડા જ કલાકોમાં આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.