:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો: વાયનાડમાં આવતીકાલે મતદાન

top-news
  • 25 Apr, 2024

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું વોટિંગ શુક્રવારે થશે. ચૂંટણીનો બીજો તબક્કો એટલા માટે મહત્વનો છે કારણ કે આ તબક્કામાં વાયનાડમાં મતદાન થશે. આ ઉપરાંત અમેઠીની ચર્ચા થઈ રહી છે, કારણ કે તે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસ હજી સુધી કોઈ ઉમેદવાર નક્કી કરી શકી નથી. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે, ત્યારે કોંગ્રેસની નજર રાયબરેલી અને અમેઠી પર રહી શકે છે. 

અમેઠી અને રાયબરેલી માટે નામાંકન 26 એપ્રિલથી શરૂ થશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા પરિવારના ભૂતપૂર્વ ગઢમાંથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અમેઠી અને રાયબરેલી જતા પહેલા રામ લલ્લાના આર્શીવાદ લેવા અયોધ્યા જવાની પ્રબળ શક્યતા છે. જોકે આ બાબતે હાલ કોંગ્રેસના નેતાઓ કોઈ જ પ્રતિક્રિયા આપી રહ્યાં નથી. 

ગત ચૂંટણીની જેમ આ વખતે પણ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે. જોકે તે આ વખતે અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎