ગુજરાત સ્થાપના દિવસે મોદી આવશે વતન દાહોદ અને લીમખેડામાં જનસભાનું આયોજન કરાયુ ...
- 23 Apr, 2024
દેશમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક રાજકીય પક્ષો જોર-શોરથી ચુંટણી પ્રચારમાં લાગી ગયાં છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ તેના પ્રચાર અભિયાનમાં જોડાઈ વિવિધ રાજ્યોમાં સભાઓ ગજવી રહ્યા છે . એવામાં 7મી મે એ ગુજરાતમાં થનારી ચૂંટણીનો પ્રચાર કરવા મોદી માદરે વતનની મુલાકાતે આવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આ વર્ષે ગુજરાતની તમામ 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવાનુ છે . ત્યારે ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચારની સાથે 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસના અવસરે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે. આ સિવાય લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે.
પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પીએમ મોદી પંચમહાલ લોકસભના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે જિલ્લા ભાજપ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે. 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસ હોવાથી પીએમ મોદીની આ મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે.
આ અગાઉ પીએમ મોદી 12 માર્ચે અમદાવાદ ગાંધી આશ્રમના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેમણે હજારો કરોડના વિકાસકામોની ભેટ, દ્રારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરને આપી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ