:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

રહી-રહીને કોંગ્રેસની ઉંધ ઉડી: ફાઈલ લઈને ચૂંટણી પંચમાં દોડી ગયા...

top-news
  • 23 Apr, 2024

સુરત લોકસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતનો નવો વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના ઉમેદવારોનું નામાંકન રદ થઈ ગયા પછી બાકી બચેલા 8 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પરત લીધા પછી મુકેશ દલાલ બિનફરીફ ચૂંટણી જીતી ગયા હતા. આ મામલામાં હવે કોંગ્રેસની રહી-રહીને ઉંધ ઉડી છે અને તેણે ઈલેક્શન કમિશનને આ અંગે ફરિયાદ કરી છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મુકેશ દલાલને અનુચિત પ્રભાવના પગલે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કહ્યું છે કે આ સીટ પર નવેસરથી ચૂંટણી કરાવવામાં આવે. પાર્ટીએ દાવો કર્યો છે કે બીજેપી કારોબારી સમુદાયથી ડરી ગઈ હતી. જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગની કોશિશ કરી. 

કોંગ્રેસ નેતાઓના એક પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય ચૂંટણી અધિકારીઓની મુલાકાત કરી અને માંગ કરી કે સુરતમાં ચૂંટણીની પ્રક્રિયા બીજી વખત કરાવવામાં આવે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ ચૂંટણી અધિકારીને મળ્યા પછી કહ્યું કે અમે ચૂંટણી અધિકારીને આગ્રહ કર્યો છે કે સુરત સીટ પર ચૂંટણીને સ્થગિત કરવામાં આવે અને ઝડપથી બીજી વખત ચૂંટણી કરાવવામાં આવે. જેથી એક સ્પષ્ટ સંદેશ જઈ શકે કે તમે આ રીતે ખોટો પ્રભાવ બતાવીને લાભ ન ઉઠાવી શકો. તેમણે આરોપ લગાવ્યો કે આ એવો મામલો નથી, જે મામલા પર ચૂંટણી અરજીથી નિર્ણય થશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎