વિરાટ કોહલીને મેચમાં કરેલો ગુસ્સો ભારે પડ્યો: ચુકવવો પડશે આ દંડ
- 22 Apr, 2024
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું(આરસીબી)ના વિરાટ કોહલીને કોલકત્તા ક્નાઈટ રાઈડર્સ(કેકેઆર) સામેની મેચ દરમિયાન એમ્પાયર સાથે ગુસ્સામાં વાત કરવાનું ભારે પડ્યું છે. બીસીસીઆઈએ તેમના આ વર્તન બદલ તેમને મેચની ફીની અડધી રકમનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી આ મેચ દરમિયાન વિરાટે અમ્પાયર સાથે નો બોલ અંગે બોલાબોલી કરી હતી. જેના પગલે અમ્પાયર અને વિરાટ વચ્ચે બોલાચાલી થઈ હતી.
શું છે સમગ્ર મામલો
આરસીબી અને કેકેઆર વચ્ચે કોલક્તાના ઈડન ગાર્ડન ખાતે રવિવારે મેચ રમાઈ હતી. આ દરમિયાન વિરાટ કોહલીને એક વિવાદાસ્પદ બોલમાં અમ્પાયરે આઉટ આપી દીધો. તેના પગલે વિરાટ કોહલી બિલકુલ ખુશ નહોતા અને તેમણે તાત્કાલિક મેદાન પર જ અમ્પાયર્સ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન જ્યારે તેઓ ડગઆઉટમાં ગયા ત્યારે પણ તેમના ચહેરા પર ગુસ્સો અને હતાશા સ્પષ્ટ દેખાતા હતા.
વિરાટ તેમના 7માં બોલમાં આઉટ થયા હતા. આ પહેલા તેમણે એક ચોક્કા અને એક છક્કા સાથે 18 રન કર્યા હતા. આઉટ થયા કોહલી ખૂબ જ સારા ફોર્મમાં દેખાતા હતા. જોકે સાતમો બોલ તેમના માટે અપશુકનિયાળ સાબિત થયો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ