:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ચૈત્ર પૂનમે સમગ્ર ભારતમાં હનુમાન જયંતિની ઉજવાશે : હનુમાનજી પૃથ્વી હયાત હોવાથી જન્મદિવસને જન્મોત્સવ કહે છે

top-news
  • 22 Apr, 2024

હનુમાન જન્મોત્સવનો તહેવાર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અતિ વિશેષ થઈ જાય છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી સૌના સંકટોને હરનારા છે. સંકટમોચક હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે. 

તેવું પણ માનવામાં આવે છે કે પવન દેવ અને અંજની માતાના પુત્ર હનુમાન એ સાક્ષાત દેવ છે, પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, પરંતુ હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે, તેથી તેમના જન્મદિવસને જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહેશે. તેથી જ ઘણા લોકો હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહે છે.

બજરંગબલીનું સાચા મનથી નામ લેવામાં આવે તો દુ:ખ, મુસીબતો, ભૂત-પ્રેત ભાગી જાય છે. તેથી જ તુલસીદાસે હનુમાનજી વિશે લખ્યું છે કે, ‘સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરાઈ હનુમત બલ બીરા.’  તેનો અર્થ છે- હનુમાનજીમાં દરેક પ્રકારના દુખ, દર્દ અને પીડા દૂર કરવાની ક્ષમતા છેબજરંગબલીનું સાચા મનથી નામ લેવામાં આવે તો દુ:ખ, મુસીબતો, ભૂત-પ્રેત ભાગી જાય છે. તેથી જ તુલસીદાસે હનુમાનજી વિશે લખ્યું છે કે, ‘સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરાઈ હનુમત બલ બીરા.’  તેનો અર્થ છે- હનુમાનજીમાં દરેક પ્રકારના દુખ, દર્દ અને પીડા દૂર કરવાની ક્ષમતા છે.

હનુમાન જન્મોત્સવના દિવસે ભગવાન શ્રી રામની ભક્તિ, પૂજા – પાઠ નું પણ ખૂબ વધારે મહત્વ છે. હનુમાન જન્મોત્સવ પર બજરંગબલીની પૂજા-પાઠ કરવા માટે બે શુભ મુહૂર્ત છે. પહેલુ શુભ મુહૂર્ત સવારનું છે અને બીજુ શુભ મુહૂર્ત રાત્રિનું છે. પ્રથમ શુભ સમય: મંગળવાર; 23 એપ્રિલે, સવારે 09:03 થી બપોરે 01:58 સુધી અને બીજો શુભ સમય: રાત્રે 08:14 થી 09:35 સુધી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎