:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાતમાં પહેલું "કમળ" ખીલ્યું: ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત

top-news
  • 22 Apr, 2024

લોકસભા ચૂંટણીની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાંથી સારા સમાચાર આવ્યા છે. સુરત લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થયા પછી બાકી બચેલા 8 ઉમેદવારોએ પણ પોતાનું નામ પરત ખેંચી લીધું છે. તેના પગલે અહીં બીજેપીની બિનહીરફ જીત નક્કી થઈ ગઈ છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ખાતુ ખુલી ગયું છે. અહીં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ છે.

સુરત લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ત્રણમાંથી એક પણ પ્રસ્તાવકને ઉપસ્થિત રાખી શક્યા નહોતા. તે પછીથી ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું નામાંકન ફોર્મ રદ કર્યું હતું. બીજેપીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં તેમના ત્રણ પ્રસ્તાવકોના હસ્તાક્ષરને લઈને સવાલ ઉઠાવ્યા હતા. 

કોંગ્રેસે નોમિનેશન ફગાવવાનો આરોપ પણ સરકાર પર મુક્યો છે. કોંગ્રેસે કહ્યું કે સરકારની ધમકીની સામે બધા ડરેલા છે. કોંગ્રેસના નેતા અને વકીલ બાબૂ માંગુકીયાએ કહ્યું કે અમારા ત્રણેય પ્રસ્તાવકોનું અપહરણ થયું છે, ચૂંટણી અધિકારીએ હાલ ફોર્મ પર હસ્તાક્ષર થયા છે કે નહીં તેની નહીં પરંતુ અપહરણની તપાસ કરવી  જોઈએ. તેમણે કહ્યું કે હસ્તાક્ષરને મેચ કર્યા સિવાય ફોર્મને રદ કરવું તે ખોટી વાત છે. પ્રસ્તાવકોના ફોર્મને હસ્તાક્ષર સાચા છે કે ખોટા તેની તપાસ કર્યા સિવાય રદ કરવા તે ખોટી બાબત છે.

સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે. જ્યારબાદ ભાજપના નેતાઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂનમબેન માડમ અને કિરીટ પરમારે શુભેચ્છા પાઠવી છે. તો કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, 'કોંગ્રેસની ભૂલનું આ પરિણામ છે.' તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નથી. 

મુકેશ દલાલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, 'સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભાજપના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 'અબકીબાર ચારસો પાર'નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.' સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું.

સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે 18મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોંગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎