કેજરીવાલે કર્યો મોટો દાવો: તિહાડ જેલના હેલ્થ અપડેટ્સ ખોટા, જેલની સત્તાવાળાઓ પર રાજકીય દબાણ
- 22 Apr, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાડ જેલ ઓથોરિટી અંગે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગે કહ્યું છે કે જેલની સત્તાવાળાઓ રાજકીય દબાણના પગલે મારા આરોગ્ય અંગે ખોટું અપડેટ આપી રહ્યાં છે. વધુ ડાયાબિટીસ હોવાના પગલે તેમણે ઓથોરિટીને ઈન્સ્યુલિનની જરૂર હોવાની પણ રજૂઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 20 એપ્રિલના રોજ કેજરીવાલનું કન્સલ્ટેશન એમ્સના ડોક્ટરો સાથે કરવામાં આવ્યું હતું. આ કન્સલ્ટેશનમાં જાણવા મળ્યું હતું કે તેમને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી નથી. કેજરીવાલે સુપ્રિડેન્ટને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમનો ડાયાબિટીસ 250થી 320ની વચ્ચે રહે છે. જોકે જેલના સત્તાવાળાઓ રાજકીય દબાણના પગલે તેમના આરોગ્ય અંગે ખોટી માહિતી આપી રહ્યાં છે.
જોકે તેમનું આરોગ્ય સારું હોવાની વાતને એઈમ્સના ડોક્ટર્સે કહી હોવાની વાતને કેજરીવાલે સ્વીકારી નહોતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ડોક્ટર્સ તેમના હેલ્થના ડેટા અને હીસ્ટ્રી આપશે. આમ આદમી પાર્ટીએ દાવો કરતા કહ્યું છે કે તિહાડ જેલની સત્તાવાળાઓ દ્વારા તેમને ઈન્જેક્શન આપવામાં આવતુ નથી અને આ વ્યુરચના એ કેજરીવાલને મારી નાંખવાનું કાવતરું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ