:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને ફગાવ્યો: દુષ્કર્મ પીડિતાને ગર્ભ દૂર કરવા આપી મંજૂરી

top-news
  • 22 Apr, 2024

સુપ્રીમકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 30 અઠવાડિયાનું ગર્ભ દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રની દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર 19 એપ્રિલે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરી પીડિતાનો મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. 

આ મામલે સગીરાની માતાએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 4 એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી ન હતી. આ પછી બાળકીની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી CJI ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરવાનો આદેશ આપ્યો હતો.

આ મામલે IPCની કલમ 376 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. CJI ચંદ્રચુડની ખંડપીઠે છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે જાતીય શોષણ અંગે બોમ્બે હાઈકોર્ટે જે મેડિકલ રિપોર્ટને આધાર બનાવેલો તે સગીર પીડિતાની શારીરિક અને માનસિક સ્થિતિનું આકલન કરવામાં નિષ્ફળ રહ્યો છે. બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે અરજદાર અને તેની સગીર પુત્રીને સલામતી સાથે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લેવો જોઈએ. તપાસ માટે રચાયેલ મેડિકલ બોર્ડે પણ સગીરના જીવને જોખમમાં મૂક્યા વિના ગર્ભપાત કરાવી શકાય કે કેમ તે અંગે પોતાનો અભિપ્રાય આપવો જોઈએ.

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, દુષ્કર્મ પીડિતા, દિવ્યાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની પરવાનગી લેવી પડે છે. MTP એક્ટમાં ફેરફાર વર્ષ 2020માં કરવામાં આવ્યા હતા. તે પહેલા 1971માં બનેલો કાયદો લાગુ હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎