પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ: જાણો વિવિધ રાજ્યોમાં 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન
- 19 Apr, 2024
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે પર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું કિસ્મત દાવ પર છે. વોટિંગ સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કમની 92 વિધાનસભા બેઠકો પર વોટિંગ થયું હતું.
પાંચ વાગ્યા સુધીનું મતદાન
સાંજે પાંચ વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં 63.26 ટકા, અસમમાં 70.77 ટકા, બિહારમાં 46.32 ટકા, છત્તીસગઢમાં 63.41 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 65.08 ટકા, લક્ષદ્રીપમાં 59.02 ટકા, મધ્યપ્રદેશમાં 63.25 ટકા, મહારાષ્ટ્રમાં 54.85 ટકા, મણિપુરમાં 67.46 ટકા, મેધાલયમાં 69.91 ટકા મતદાન થયું હતું. મિઝોરમમાં 52.62 ટકા, નાગાલેન્ડમાં 55.75 ટકા, પોન્ડીચેરીમાં 72.84 ટકા, રાજસ્થાનમાં 50.27 ટકા, સિક્કિમમાં 67.58 ટકા, તમિલનાડુમાં 62.02 ટકા, ત્રિપુરમાં 76.10 ટકા, ઉત્તરપ્રદેશમાં 57.54 ટકા, ઉત્તરાખંડમાં 53.56 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા અને અંદમાન અને નિકોબારમાં 56.87 ટકા મતદાન થયું હતું.
ત્રણ વાગ્યા સુધીનું મતદાન
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા જેટલું મતદાન થયું હતું. અરુણાચલ પ્રદેશમાં 53.02 ટકા, અસમમાં 60.70 ટકા, છત્તીસગઢમાં 58.14 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 57.09 ટકા, લક્ષદ્રીપમાં 43.98 ટકા, મધ્યપ્રદેશમાં 53.40 ટકા, મહારાષ્ટ્રમાં 44.12 ટકા, મણિપુરમાં 62.58 ટકા, મેધાલયમાં 61.95 ટકા મતદાન થયું હતું. મિઝોરમમાં 48.93 ટકા, નાગાલેન્ડમાં 50.61 ટકા, પોન્ડીચેરી 58.86 ટકા, રાજસ્થાનમાં 41.51 ટકા, સિક્કિમમાં 52.72 ટકા, તામિલનાડુંમાં 50.80 ટકા, ત્રિપુરામાં 68.35 ટકા, ઉત્તરપ્રદેશમાં 47.44 ટકા, ઉત્તરાખંડમાં 45.53 ટકા, પશ્ચિમ બંગાળમાં 66.34 ટકા, બિહારમાં 39.73 ટકા મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ વોટર્સ
ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ વોટર્સ છે. આ પૈકીના 8.4 કરોડ મહિલા વોટર્સ છે. તેમાંથી 35.67 લાખ વોટર્સ એવા છે, જેમણે પ્રથમ વખત મતદાન કર્યું હતું. જ્યારે 20થી 29 વર્ષની ઉંમરના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. તેમના માટે 1.87 લાખ પોલિંગ બુથ બનાવવામાં આવ્યા હતા. તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ કે સ્ટલિને ચેન્નાઈમાં મતદાન કેન્દ્રમાં પહોંચીને વોટિંગ કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ વોટિંગ કરવા પહોંચ્યા હતા. વોટિંગ પછી તેમણે કહ્યું હતું કે ખૂબ ઉત્સાહ છે. હું આજે અપીલ કરવા માંગું છું કે આ લોકશાહીનો તહેવાર છે. વોટિંગ જરૂર કરજો. તમારો વોટ આપણી લોકશાહી, આપણ દેશને મજબૂત કરશે.
છત્તીસગઢમાં IED બ્લાસ્ટ
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન દરમિયાન છત્તીસગઢમાં IED બ્લાસ્ટના સમાચાર આવ્યા હતા. આ ઘટનામાં એક સીઆરપીએફનો જવાન ઘાયલ થયો છે. બીજી તરફ મણિપુરમાં ફાયરિંગના સમાચાર છે. પશ્ચિ બંગાળના કૂચ બિહારના ચંદામારીમાં મતદાન કેન્દ્રની સામે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ભાજપે આરોપ લગાવ્યો છે કે ચંદામારીમાં વોટરોને રોકવા માટે ટીએમસી કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં બીજેપીનો એક પોલિંગ એજન્ટ ઘાયલ થયો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ