એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: ઈઝરાયલના શહેર તેલ અવીવ આવતી-જતી ફ્લાઈટ 30 એપ્રિલ સુધી બંધ કરી
- 19 Apr, 2024
હાલની મિડલ-ઈસ્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ તેની ઈઝરાયલના શહેર એવા તેલ અવીવ જતી અને આવતી તમામ ફ્લાઈટ્સને આગામી 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઈઝરાયલે ઈરાન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. તે પહેલા ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો.
આ અંગે એર ઈન્ડિયાએ એક પોસ્ટમાં જણાવ્યું છે કે આગામી 30 એપ્રિલ સુધી ઈઝરાયલના શહેર તેલ અવીવ આવતી અને જતી ફ્લાઈટને બંધ કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ આ નિર્ણય હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો હોવાની વાત કહી છે. એરલાઈન્સે કહ્યું છે કે હાલ અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. હાલ જે મુસાફરોએ આ તારીખોમાં તેલ અવીવ જવા કે આવવાની ટિકિટ બુક કરાવી છે, તેમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ પેસેન્જર્સ તેમની ટિકિટને રિશિડ્યુલ કરી શકે છે અથવા તો પછી કેન્સલ કરી શકે છે. આ માટે એરલાઈન્સ તેમની પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસુલશે નહિ. અમારા ક્રુ મેમ્બર્સ અને ગ્રાહકોની સેફ્ટી અમારી અગ્રીમતા છે.
ગત રવિવારે એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટને થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલના પાટનગર એવા તેલ અવીવની સર્વિસને એર ઈન્ડિયાએ પાંચ મહિના બાદ 3 માર્ચે શરૂ કરી હતી. હમાસે ઈઝરાયલ પર કરેલા હુમલા બાદ એર ઈન્ડિયાએ 3 ઓક્ટોબર 2023ના રોજ તેલ અવીવ જતી અને આવતી ફ્લાઈટ્સને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ