કેજરીવાલે ઇન્સ્યુલિન માટે કરી અરજી: વકીલે આપી તેમના ભોજનની વિગતો...
- 19 Apr, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની કોર્ટમાં અરજી કરીને તેમને ડાયાબિટીસ હોવા અંગેનું કારણ જણાવીને તેમને તિહાડ જેલમાં ઈન્સ્યુલિન આપવા દેવામાં આવે તેવી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ દાવો કરતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને મારી નાખવાનું ષડયંત્ર બનાવવામાં આવી રહ્યું છે.
કેજરીવાલે અરજીમાં રજૂઆત કરતા કહ્યું છે કે તેમને ડોક્ટર સાથે વીડિયો કન્સલ્ટેશન કરવા દેવામાં આવે. અરજીમાં સાથે-સાથે તેમને ઈન્સ્યુલિન પણ તિહર જેલમાં આપવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગુરુવારે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરતા કહ્યું હતું કે કેજરીવાલને ડાયબિટીસ હોવા છતાં જેલ ઓથોરિટી દ્વારા કેજરીવાલને ઈન્સ્યુલિન અને દવાઓ આપવા દેવાતી નથી. આ રીતે કેજરીવાલને મારી નાંખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અરજીમાં રજૂઆત કરતા કહેવામાં આવ્યું છે કે જેલ ઓથોરિટી દ્વારા કેજરીવાલને ઈન્સ્યુલિન આપવા દેવામાં આવે અને સાથે જ ડો.રવિચન્દ્રા રાઉ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા રોજ 15 મિનિટ કન્સલ્ટ કરવા દેવામાં આવે. અગાઉ આપે દાવો કરતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કેજરીવાલના ડાયાબિટીસમાં ભારે વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં તિહાડ જેલ ઓથોરિટી દ્વારા તેમને ઈન્સ્યુલિન આપવા દેવામાં આવતું નથી.
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સેમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા ગુરુવારે કોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં કેરી, આલુ પુરી અને મીઠાઈ રોજ જમે છે, જેના કારણે તેમનો ડાયબિટીસ વધે અને તેના આધારે તેઓ તબીબી કારણ બતાવીને જામીન માંગી શકે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ