:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પ્રથમ તબક્કાનું મતદાન: પ્રથમ બે કલાકના વોટિંગમાં બંગાળ સૌથી આગળ, જાણો 21 રાજ્યોની સ્થિતિ...

top-news
  • 19 Apr, 2024

આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ અંતર્ગત 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠકો માટે મતદાન ચાલુ છે. આ પૈકીની 9 સીટ એવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર છે. વોટિંગ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કમ ની 92 વિધાનસભા સીટો પર પણ વોટિંગ થશે. 

ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ વોટર્સ છે. આ પૈકીના 8.4 કરોડ મહિલા વોટર્સ છે. તેમાંથી 35.67 લાખ વોટર્સ એવા છે, જે પ્રથમ વખત વોટિંગ કરશે. જ્યારે 20થી 29 વર્ષની ઉંમરના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. તેમના માટે 1.87 લાખ પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. 

તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ કે સ્ટલિને ચેન્નાઈમાં મતદાન કેન્દ્રમાં પહોંચીને  વોટિંગ કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ વોટિંગ કરવા પહોંચ્યા હતા. વોટિંગ પછી તેમણે કહ્યું હતું કે ખૂબ ઉત્સાહ છે. હું આજે અપીલ કરવા માંગું છું કે આ લોકશાહીનો તહેવાર છે. વોટિંગ જરૂર કરજો. તમારો વોટ આપણી લોકશાહી, આપણ દેશને મજબૂત કરશે. 

21 રાજ્યોમાં 9 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

પશ્ચિમ બંગાળ- 15.9 ટકા
મધ્યપ્રદેશ- 14.12 ટકા
ત્રિપુરા- 13.62 ટકા
મેઘાલય-  12.96 ટકા
ઉત્તરપ્રદેશ- 12.22 ટકા
છત્તીસગઢ- 12.02 ટકા
અસમ- 11.15 ટકા
રાજસ્થાન- 10.67 ટકા
જમ્મુ-કાશ્મીર- 10.43 ટકા
ઉત્તરાખંડ- 10.41 ટાક
મિઝોરમ- 9.36 ટકા
બિહાર- 9.23 ટકા
અંદમાન- 8.64 ટકા
તમિલનાડુ- 8.21 ટકા
નાગાલેન્ડ- 7.79 ટકા
મણિપુર- 7.63 ટકા
પોન્ડીચેરી- 7.49 ટકા
મહારાષ્ટ્ર- 6.98 ટકા
સિક્કિમ- 6.63 ટકા
લક્ષદ્રીપ- 5.59 ટકા
અરુણાચલ પ્રદેશ- 4.95 ટકા

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎