"ડ્રીમ ગર્લ" કહે છે- હું કાનાની ગોપી: વ્રજવાસીઓની સમસ્યા દૂર કરીશ...
- 18 Apr, 2024
એક્ટરમાંથી રાજકારણમાં આવેલ હેમા માલિનીએ ચોંકાવનારું નિવેદન કર્યું છે. મથુરાથી ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ કહ્યું છે કે તેઓ ભગવાન કૃષ્ણની ગોપી છે. ઉલ્લેખનીય છે કે તેઓ આ ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહ્યાં છે.
પત્રકારો સાથેની વાતચીતમાં મથુરાના સાંસદે જણાવ્યું હતું કે હું રાજકારણમાં પ્રતિષ્ઠા કે નામ માટે આવી નથી. પોતાને કાનની ગોપી હોવાની વાત કરતા હેમા માલિનીએ કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ વ્રજવાસીઓને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે કાનો તો જ મારી પર ખૂબ રાજી થશે, જો હું વ્રજવાસીઓની વાતને ગંભીરતાથી ધ્યાને લઈશ.
માલિનીએ મથુરા ખાતાથી ચૂંટણી લડવા માટેની તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રભારી જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રજ 84કોસ પરિક્રમાનો વિકાસ કરવો તે તેમની પ્રાથમિકતા છે. યાત્રાળુઓ માટે આ યાત્રા સરળ રહે તે માટેના તમામ પ્રયત્નો કરાશે. બ્રજ 84 કોસ પરિક્રમા માટે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ 5,000 કરોડ મંજૂર કર્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ