અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કારમાં સવાર 10 લોકોનાં મોત
- 17 Apr, 2024
ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદની પાસે ભીષણ અકસ્માત થયો છે. તેમાં 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. ટ્રેલરની પાછળ સ્પીડમાં આવતી કાર ઘુસી જવાના પગલે અકસ્માત સર્જાયો હતો. આ કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.
પલીસના જણાવ્યા મુજબ કારમાં સવાર તમામ 10 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 8 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે બે વ્યક્તિઓએ હોસ્પિટલ જતી વખતે જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટનાની જાણ થતા જ 108 ઘટના સ્થળે પહોંચી હતી. આ સિવાય એક્સપ્રેસ હાઈવેની ઈમરજન્સી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાસિંગની છે. આ કારનો નંબર GJ-27-EC-2578 છે. કરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટના નામ પર કારનું રજિસ્ટ્રેશન છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ