:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રામ મંદિરમાં પ્રથમ રામ નવમીની ઉજવણી: મૂર્તિનો કરાયો "દિવ્ય અભિષેક",એક લાખ લાડુનો ભોગ ...

top-news
  • 17 Apr, 2024

રામ નવમી આ વર્ષે ખાસ અને વિશિષ્ટ છે. તે આજે એટલેકે ચૈત્ર શુક્લ પક્ષની નવમી 17મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. રામનવમી માટે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ રામનવમીના દિવસે લગભગ 25 લાખ ભક્તો રામલલાના દર્શન કરવા અયોધ્યા આવી શકે છે. તેથી 16, 17, 18 અને 19 એપ્રિલના રોજ VIP પાસ અને VIP દર્શન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

 500 વર્ષની લાંબા સમય બાદ ભગવાન રામ અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. દેશમાં 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં રામલલાના અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. દેશ-વિદેશથી ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ દિવસે આખો દેશ રામમય બની ભગવાનની ભક્તિમાં તરબોળ થયો હતો.દેશ-વિદેશમાં રામ ભક્તોએ 22 જાન્યુઆરીએ ઘરોમાં દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. આતશબાજીથી આકાશ પણ ઝગમગી ઉઠ્યું હતું. હવે ફરી એકવાર અયોધ્યામાં રામનવમી માટે આવી જ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

રામ જન્મભૂમિ ટ્રસ્ટે પણ આ અંગે વિશેષ તૈયારીઓ કરી છે. રામનવમીના દિવસે રામલલાનું સૂર્ય તિલક પણ કરવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે ભગવાન રામનું સૂર્ય તિલક કરવામાં આવશે.રામલલાના સૂર્ય તિલકની સાથે મંદિર પરિસરના ગર્ભગૃહમાં વિશેષ આરતી પણ કરવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રામ નવમીના દિવસે મંગળા આરતી પછી સવારે 3:30 વાગ્યાથી રામલલાનાની મૂર્તિનો ‘દૈવી અભિષેક’ કરવામાં આવ્યો હતો. ‘દૈવી અભિષેક’, એક પવિત્ર ધાર્મિક વિધિ છે, જેમાં દેવતાના ઔપચારિક સ્નાનનો સમાવેશ થાય છે, તે ખૂબ જ ધામધૂમ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ શણગાર અને દર્શન એક સાથે ચાલુ રહેશે. 11 વાગ્યા સુધી રામલલાના દર્શન થશે.રામલલાના સૂર્ય તિલકની ટ્રાયલ થઈ ચૂકી છે. બુધવારે બપોરે 12:16 કલાકે સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પર પડશે. ભગવાન રામના કપાળ પર લગભગ 5 મિનિટ સુધી સૂર્ય તિલક લગાવવામાં આવશે. આ માટે મંદિર પ્રશાસને પાઈપ અને અરીસાથી બનેલું ખાસ સાધન તૈયાર કર્યું છે.. આ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભગવાન રામના મંત્રો અને સ્તુતિનો જાપ કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે બપોરે થયો હતો. તેથી રામનવમી નિમિત્તે બપોરે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે.

રામ નવમીના દિવસે લગભગ 25 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાની સંભાવના છે. આવી સ્થિતિમાં રામલલાના દર્શન માટે 17 એપ્રિલના રોજ 19 કલાક દરવાજા ખુલ્લા રહેશે. રામનવમીના દિવસે સવારે 3:30 વાગ્યાથી દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. ચંપત રાયે કહ્યું કે દર્શનનો સમય વધારીને 19 કલાક કરવામાં આવ્યો છે, જે મંગળા આરતીથી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. રામલલાની આસપાસ ભોજન ચડાવવા દરમિયાન માત્ર પાંચ મિનિટ માટે પડદો બંધ રહેશે. આ પછી ભક્તો માટે ફરીથી પડદો ખોલવામાં આવશે અને રામલલાના દર્શન કરી શકશે.

રામનવમીમાં રામલલાને 1 લાખ 11 હજાર 111 લાડુ ચઢાવવામાં આવશે. ટ્રસ્ટના પૂજારી અતુલ કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રસાદ તરીકે મંદિર પરિસરમાં 1,111 લાડુ મોકલવામાં આવ્યા હતા. આ વખતે  ટ્રસ્ટ દ્વારા 1 લાખ 11 હજાર 111 કિલો લાડુનો પ્રસાદ વિતરણ માટે મોકલવામાં આવ્યો છે.આ શુભ પ્રસંગના સાક્ષી બનવા અને ઉત્સવમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ભક્તો મંદિરમાં આવ્યા હતા.  રામ મંદિરમાં રામનવમીની ઉજવણીને લઈ ભક્તોની ભીડમાં ભારે વધારો થયો છે. સમારંભની ભવ્યતા અને આધ્યાત્મિક વાતાવરણ અને રામ લલ્લાની સુંદર રીતે સુશોભિત મૂર્તિને કેપ્ચર કરતી આ ઘટના ફોટોગ્રાફ્સ અને વીડિયોમાં રામ ભક્તો દ્વારા કેદ કરવામાં આવી રહી છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎