X પર પોસ્ટ, લાઈક અને રિપ્લાયના પૈસા લાગશે: AIનો ખતરો ઘટાડવા માંગે છે કંપની
- 16 Apr, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હવે પોસ્ટ લખવાના, લાઈક કરવાના, બુકમાર્ક કરવાના અને રિપ્લાઈ કરવાના પૈસા આપવા પડશે. કંપનીએ પ્લેટફોર્મ પર બોટ્સના હુમલાને ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. Xના માલિક એલન મસ્કે પોતાના હેન્ડલ પર એક યુઝરની પોસ્ટના જવાબમાં આ વાત કહી છે.
કંપની આ ચાર્જ નવા X યુઝર્સ પર લગાવવાનો પ્લાન કરી રહી છે. તેના માટે કેટલો ચાર્જ લાગશે, ક્યારથી લાગશે, તે અંગે હાલ કોઈ જાણકારી X તરફથી આપવામાં આવી નથી. X સાથે સંકળાયેલી વસ્તુઓ પર ચર્ચા કરનાર પ્લેટફોર્મ X-ન્યુઝ મુજબ, કંપની આ પોલીસીનું ટેસ્ટિંગ અને ઈમ્પલિમેન્ટેશન ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં કરી ચુકી છે.
મસ્કે તેની પોસ્ટમાં લખ્યું બોટ્સના સતત થતા હમલાને રોકવાની એકમાત્ર રીત છે કે કંપની નવા યુઝર્સને રાઈટિંગ એક્સેસ આપવા માટે એક નાની ફી ચાર્જ કરે છે. હાલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટ્રોલ ફાર્મ્સ સરળતાથી એક્સેસ ટેસ્ટ શું તમે એક બોટ છોને પાસ કરી દે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ