અરવિંદ કેજરીવાલનો તિહાડ જેલમાંથી નવો સંદેશો: હું કોઈ આતંકવાદી નથી
- 16 Apr, 2024
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે મંગળવારે જણાવ્યું હતું કે જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી સંદેશો મોકલ્યો છે. તેમણે આ સંદેશમાં કહ્યું છે કે મારું નામ અરવિંદ કેજરીવાલ છે. હું આતંકવાદી નથી.
આપના સાંસદે આરોપ લગાવતા કહ્યું કે 24 કલાક અરવિંદ કેજરીવાલનો જુસ્સો તોડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે 21 માર્ચના રોજ દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આપના નેતાએ વધુમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલને આતંકવાદીની જેમ ટ્રીટ કરવામાં આવી રહ્યાં છે. તેમને નજીકથી કોઈને મળવા પણ દેવામાં આવતા નથી. ખરેખર આ પોલીસી ખૂબ જ ખરાબ છે.
સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે આ દેશના પુત્ર અને ભાઈની જેમ કામ કર્યું છે, તેમણે જેલમાંથી સંદેશો મોકલતા કહ્યું છે કે મારું નામ અરવિંદ કેજરીવાલ છે અને હું કોઈ આતંકવાદી નથી. સિંહ 4 એપ્રિલના રોજ લીકર કેસમાં 6 મહિના જેટલો સમય જેલમાં બંધ રહ્યાં પછી બહાર આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત ચૂંટાયેલા અરવિંદ કેજરીવાલને પંજાબના સીએમ ભાગવત માન સાથે બારીમાંથી મુલાકાત કરવા દેવામાં આવી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ