:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

માર્ચમાં બટાકા અને ડુંગળીના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો: જથ્થાબંધ મોંઘવારી વધી

top-news
  • 15 Apr, 2024

શાકભાજીના રિટેલ ભાવોમાં ઘટાડાથી વિપરિત માર્ચમાં જથ્થાબંધ ભાવો વધ્યા છે. પરિણામે જથ્થાબંધ મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે. માર્ચમાં જથ્થાબંધ ફુગાવો (WPI) નજીવો 0.5 ટકા વધ્યો છે. જે ગતવર્ષે 0.2 ટકા હતો. સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો (WPI) વાર્ષિક ધોરણે વધી માર્ચમાં 0.53 ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. ખાદ્ય ચીજોની જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 6.88 ટકા થઈ હતી. જે ગતવર્ષે 5.42 ટકા હતી. શાકભાજીમાં ફુગાવો ગતવર્ષે -2.39 ટકા સામે વધી 19.52 ટકા નોંધાયો છે.

માર્ચમાં બટાટા અને ડુંગળીના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ડુંગળીના ભાવમાં 29.22 ટકાનો વધારો થયો હતો, જે માર્ચમાં 56.99 ટકા વધ્યો હતો. આગામી ખરીફ પાકની લણણી સુધી ભારતમાં ડુંગળીના પુરવઠામાં મોટી અછતનો સામનો કરવો પડી શકે છે. બટાટાનો જથ્થાબંધ ભાવ ફેબ્રુઆરીમાં 15.34 ટકાની સરખામણીએ માર્ચમાં 52.96 ટકા વધ્યો હતો. આંકડા મુજબ, એક વર્ષ પહેલા માર્ચ મહિનામાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 36.83 ટકા અને બટાકાના ભાવમાં 25.59 ટકાનો ઘટાડો થયો હતો.

ફેબ્રુઆરી, 2024ની તુલનામાં માર્ચ, 2024 મહિના માટે WPI ઇન્ડેક્સમાં મહિના દર મહિને ફેરફાર 0.40 ટકા હતો. જથ્થાબંધ ખાદ્ય ફુગાવો ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 4.1 ટકા વધ્યા બાદ માર્ચમાં વધીને 4.7 ટકા થયો હતો. ફેબ્રુઆરીમાં માસિક ધોરણે 0.11 ટકા વધ્યા પછી માર્ચમાં ખાદ્ય ફુગાવો 1.01 ટકા વધ્યો છે. માર્ચ, 2024માં ફુગાવાનો દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મશીનરી અને સાધનો અને અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં જથ્થાબંધ ફુગાવો માર્ચમાં 4.87 ટકા વધ્યો હતો, જે ગયા વર્ષે સમાનગાળામાં 1.19 ટકાના ઘટાડા સાથે હતો. ઇંધણ અને વીજળીનો ફુગાવો માર્ચમાં 0.77 ટકા ઘટ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎