:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

પ્રથમ તબક્કાની ચુંટણીઓ માટે તૈયારીઓ પૂર્ણ : 102 બેઠકો ,1625 ઉમેદવારો તમિલનાડુની સીટ માટે વધુ 54 - નાગાલેન્ડની એક સીટ માટે ત્રણ ઉમેદવારો...

top-news
  • 13 Apr, 2024

દેશમાં ઉનાળાની ગરમીની સાથે  રાજકીય ક્ષત્રે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભાની 543 બેઠકો માંથી પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જે રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, તેમાં રાજકીય  રીતે વિવાદમાં રહેનારબંગાળનો પણ સમાવેશ થાય છે, તેથી બંગાળ માં અન્ય રાજ્ય કરતાં સૌથી વધારે સુરક્ષા દળની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. બંગાળ માં લોકસભાની માત્ર 39 બેઠકો હોવા છત્તા 7 તબક્કામાં મતદાન થવાનું છે.

દરમિયાનમાં ચુંટણી પંચ દ્વારા 102 બેઠકોના મતદાન  માટે જ તે રાજ્ય  તેના મુખ્ય ચુંટણી અધિકારીઓ  સાથે બેઠક યોજીને મતદાનની પ્રક્રિયા સરળ રીતે પાર પડે તેની ખાસ કાળજી લેવા જણાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં તમિલનાડુનો પણ સમાવેશ થયા છે અને દક્ષિઁણ ભારતના આ મહત્વના રાજ્ય તમિલનાડુમાં ખાતું ખોલાવી વધુમાં વધુ બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા આગવી રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ તામિલનાડુમાં સૌથી વધારે પ્રચાર કર્યો હોવાનું પણ મનાય છે.

ચુંટણી પંચે 19 એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે 1,625 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં પુરૂષોની સંખ્યા 1,491 છે જ્યારે મહિલાઓની સંખ્યા 134 છે. તમિલનાડુની કરુર સીટ માટે સૌથી વધુ 54 ઉમેદવારો મેદાનમાં છે. નાગાલેન્ડમાં એકમાત્ર લોકસભા સીટ માટે માત્ર ત્રણ ઉમેદવારો છે.

મેદાની વિસ્તારોમાં રાજસ્થાનની કરૌલી ધોલપુર સીટ પર સૌથી ઓછા 4 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં તમિલનાડુની તમામ 39 બેઠકો પર મતદાન થશે. અહીં 950 ઉમેદવારો છે. યુપીની 8 સીટો માટે 80 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં ભાજપ તરફથી નીતિન ગડકરી, અર્જુન મેઘવાલ, કિરેન રિજિજુ, કે અન્નામલાઈ, તમિલિસાઈ સુંદરરાજન, સર્બાનંદ સોનોવાલ, ભૂપેન્દ્ર યાદવના નામ સામેલ છે. તે જ સમયે, વિપક્ષ તરફથી નકુલ કમલનાથ, અગાથા સંગમા, રાહુલ કાસવાન, પ્રતાપ ખાચરિયાવાસ, ગૌરવ ગોગોઈ જેવા નામ છે.

6% ઉમેદવારો કલંકિત છે, 28% કરોડપતિ છે.

પ્રથમ તબક્કાના ઉમેદવારોમાંથી 252 ઉમેદવારો એટલે કે લગભગ 16% કલંકિત છે. જેમાંથી 161 સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાંથી 15 ઉમેદવારોને અલગ-અલગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ADRએ પ્રથમ તબક્કામાં 1,618 ઉમેદવારોનું ચૂંટણી વિશ્લેષણ કર્યું છે અને કહ્યું છે કે લગભગ 28% એટલે કે 450 ઉમેદવારો કરોડપતિ છે. તે જ સમયે, ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4.51 કરોડ રૂપિયાની આસપાસ છે.વિશ્લેષણ અનુસાર, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના 100 ટકા ઉમેદવારો કલંકિત છે. 

પ્રથમ તબક્કામાં તેના ચારમાંથી બે ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ માટે કેસ નોંધાયેલા છે. 34 ટકા કલંકિત ઉમેદવારોને ટિકિટ આપીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવનાર પક્ષોમાં કોંગ્રેસ પાછળ રહી ગઈ છે, જ્યારે ભાજપે પણ 36 ટકા કલંકિત ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપના 18% અને કોંગ્રેસના 17% ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. બસપાએ સૌથી ઓછા 13 ટકા ઉમેદવારી નોંધાવી છે.

સાત ઉમેદવારો સામે હત્યા જેવા ગંભીર ગુનામાં કેસ નોંધાયેલા છે. હત્યાના પ્રયાસના 19 કેસ છે. 18 ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે કેસ નોંધાયેલા છે. તેમાંથી એક પર બળાત્કારનો આરોપ છે. 35 ઉમેદવારો એવા છે જેમની સામે ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયેલા છે.

પ્રથમ તબક્કામાં, મિઝોરમ અને આંદામાન અને નિકોબાર ટાપુઓએ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનુક્રમે 16% અથવા 1 અને 2, સૌથી વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, મણિપુર, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ત્રિપુરા અને જમ્મુ અને કાશ્મીર સહિતના છ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોએ કોઈ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી
અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં, અરુણાચલ પ્રદેશે 2024ની સામાન્ય ચૂંટણીઓમાં માત્ર એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, બિહારમાં 3, મધ્યપ્રદેશ 7, મહારાષ્ટ્ર 7, મેઘાલય 2, પુડુચેરી 3, રાજસ્થાન 12, સિક્કિમ 1, ઉત્તર પ્રદેશ 7, ઉત્તરાખંડ 4 અને પશ્ચિમ બંગાળ 4. તમિલનાડુએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધુ ઉમેદવારો ઊભા રાખ્યા હતા, એટલે કે 950. આમાંથી 76 મહિલા છે, એમ EC ડેટા દર્શાવે છે.

134 મહિલા ઉમેદવારો 

102 જેટલી બેઠકો પર મતદાન થશે જેમાં 19 એપ્રિલે 1,625 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતરશે. તેમાંથી માત્ર 134 ઉમેદવારો મહિલા છે, જે તબક્કાના કુલ ઉમેદવારોના 8% છે.
2019ની લોકસભા ચૂંટણીમાં, કુલ ઉમેદવારોમાં લગભગ 9% (726) મહિલાઓ હતી. તેમાંથી માત્ર 78 જ 17મી લોકસભામાં પહોંચી શક્યા.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ડેટા પ્રતિબિંબિત કરે છે કે સપ્ટેમ્બર 2023 માં પસાર કરાયેલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાના બિલ હોવા છતાં રાજકીય પક્ષો વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની ઉતાવળમાં નથી

પ્રથમ તબક્કાના ઉમેદવારોમાં 161 દાગી 

દરમિયાન, એડીઆર રિપોર્ટ 252 એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા હતા. તેમાંથી 161 લોકોએ 'ગંભીર' ફોજદારી કેસ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઉમેદવારો માત્ર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મેદાનમાં છે.
લોકસભા ચૂંટણી 2024નો બાકીનો તબક્કો 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને યોજાશે. મતગણતરી 4 જૂને થશે

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎